આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે, તેમણે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ અર્પી છે.

વડા પ્રધાન મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘ આપણે સખત મહેનતુ શિક્ષકોનાં રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવા બદલ હંમેશા આભારી રહીશું. શિક્ષક દિન નિમિત્તે, અમે અમારા શિક્ષકોનાં તેમના નોંધપાત્ર પ્રયત્નો બદલ આભાર માનીએ છીએ. અમે ડો.એસ.રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પીત કરીએ છીએ.’

આપને જણાવી દઈએ કે, દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તે એક મહાન શિક્ષક હતા. 5 સપ્ટેમ્બર 1888 માં તમિળનાડુનાં તિરુમણી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, રાધાકૃષ્ણનને 1954 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમને પુસ્તકોનો શોખ હતો. રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975 નાં રોજ ચેન્નઇમાં અવસાન થયું હતું. આપને જણાવી દઈએ કે, રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતનાં પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ પણ હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube