પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G)ના લિસ્ટમાં આ રીતે ચેક કરો પોતાનું નામ, જાણો યોજના સાથે જોડાયેલી બધી જ વાતો

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ સરકાર વીજળીની સપ્લાય અને સેનિટેશન જેવી તમામ પાયાની સુવિધાઓ ધરાવતા પાકા મકાનોના નિર્માણ માટે નાણાં સહાય પૂરી પાડે છે. એવા બધા પરિવારો કે જેમની પાસે ઘર નથી અથવા હાલમાં તેઓ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કાચા અથવા જર્જરિત મકાનોમાં જીવી રહ્યા છે, તેઓ PMAY-G માટે અરજી કરી શકે છે.

PMAY-Gમાં તમે વાર્ષિક 6.5 ટકાના વ્યાજ દરે 6 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. ઘરનું લઘુત્તમ કદ 25 ચોરસ મીટર હોવું જોઈએ, જેમાં તમામ પાયાની સુવિધાઓ જેવી કે વીજ પુરવઠો અને સ્વચ્છ રસોઈની જગ્યા હોવી જોઈએ.

આ યોજના હેઠળ CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. જો તમે મકાન બનાવવા માટે આ રકમ કરતા વધારે રકમ ઇચ્છતા હોવ, તો તમારે સામાન્ય વ્યાજના દરે તે વધારાની રકમ પર લોન લેવી પડશે. હવે જ્યારે ઘણા કેલ્ક્યુલેટર ઓનલાઇન વેબસાઇટ પર અસ્તિત્વમાં છે. તમે તમારા હોમ લોનની રકમ અને વ્યાજ દર અનુસાર માસિક હપતાની ગણતરી પણ કરી શકો છો. www.paisabazaar.com પર આપેલી માહિતી અનુસાર, જો તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે અને લોનની મહત્તમ રકમ 6 લાખ રૂપિયા છે, તો તમને 6.5 ટકાની સબસિડી મળશે. 6.5 ટકા સબસિડી પર તમારું વ્યાજ સબસિડી આપ્યા પછી એનપીવી રૂ. 2,67,000 રૂપિયા થઈ જશે.આ મુજબ, તમારી PMAY લોન ખરેખર 6 લાખની જગ્યાએ 3.33 લાખ રૂપિયા થઈ જાય છે.

કોને લાભ મળશે

ગરીબી રેખાની નીચે (BPL)ના લિસ્ટ ઉપરાંત, કેટલીક અન્ય વ્યક્તિઓ છે જે PMAY-Gનો લાભ મેળવવા માટે પાત્ર છે.

યોજના માટેની નિયમો અને શરતો

પરિવાર પાસે આખા દેશમાં ક્યાંય પણ પાકું મકાન ન હોવું જોઈએ. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST) BPLકેટેગરીમાં લઘુમતી અને બિન-SC/ST ગ્રામીણ પરિવારો. રિટાયર અને કાર્યવાહીમાં શહીદ થયેલાં રક્ષા કર્મચારીઓ/અર્ધસૈનિક બળોના સૈનિકોની વિધવાઓ અને આશ્રિત-પરિજન, આ યોજના હેઠળ લોન માટે આવેદન કરનારા પરિવારમાં એક પતિ, પત્ની અને બાળકો સામેલ છે(જે અપરણિત હોય) આવેદક અને તેના પરિવારે આ યોજના માટે ફરજિયાત આવકના માપદંડોને પૂર્ણ કરવો આવશ્યક છે અને EWS(આર્થિક નબળા વિભાગ), LIG(ઓછી આવક જૂથ), અથવા BPL(ગરીબી રેખાની નીચે) કેટેગરીના હોવા જોઈએ. અરજદારના પરિવારની આવક રૂપિયા 3 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ.આ યોજના અંતર્ગત ફક્ત લાભાર્થીઓને જ મિલકત ખરીદવા અથવા બાંધવાની મંજૂરી છે.

કયા આધારે યાદી તૈયાર કરવામાં આવી છે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ માટે સરકાર સોશિયો ઇકોનોમિક કાસ્ટ વસ્તી ગણતરી 2011 એટલે કે સોશિયો આર્થિક જાતિ ગણતરી 2011 પર ધ્યાન આપે છે. આ ઉપરાંત અંતિમ સૂચિ નક્કી કરવા માટે સરકાર તહેસીલો અને પંચાયતોનો સમાવેશ કરે છે.

અરજી કરી છે તો કેવી રીતે ચેક કરશો નામ

સૌ પહેલાં rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જાઓ. જો રજિસ્ટ્રેશન નંબર છે, તો તેને દાખલ કરો અને ક્લિક કરો, તે પછી વિગતો જાહેર કરવામાં આવશે. જો રજિસ્ટ્રેશન નંબર નથી, તો પછી ‘એડવાન્સ્ડ સર્ચ’ પર ક્લિક કરો.આ પછી આવે છે તે ફોર્મ ભરો. પછી સર્ચ ઓપ્શન પર ક્લિક કરો. જો તમારું નામ PMAY-G સૂચિમાં હાજર છે, તો પછી સંબંધિત બધી વિગતો દેખાશે.

આ દસ્તાવેજો જોઈએ

ભરેલા PMAY-G એપ્લિકેશન ફોર્મ, આઈડી પ્રૂફ (દા.ત. આધારકાર્ડ, મતદાર ID,વગેરે), જાતીય ગ્રુપનું પ્રમાણપત્ર, આવકનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, જો આવક કરપાત્ર મર્યાદા કરતા ઓછી હોય, સરનામું પુરાવો, પગારના પુરાવા પત્ર, 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, ઈનકમ ટેક્સ રિટર્ન, ફોર્મ 16, કર આકારણીનો આદેશ, વ્યવસાય વિશેની માહિતી જો અરજદાર વ્યવસાયમાં સામેલ હોય, વ્યવસાયના કિસ્સામાં આર્થિક નિવેદન, બાંધકામની યોજના, બાંધકામના દાવાની કિંમતનો દાવો , ઔપચારિક મૂલ્યાંકનકર્તાનું પ્રમાણપત્ર, એફિડેવિટ પ્રમાણિત કરે છે કે અરજદાર કે તેના પરિવારના સભ્યો ન તો પાકું મકાન ધરાવતા હોય, બિલ્ડરને કરવામાં આવતી કોઈપણ અગાઉથી ચુકવણીની રસીદ ડેવલોપર અથવા બિલ્ડર સાથે થયેલો કરાર, હાઉસિંગ સોસાયટી પાસેથી NOCની જરૂર પડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube