યુટિલિટી ડેસ્કઃ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો ફાયદો વધુમાં વધુ ખેડુતો સુધી પહોંચે એ હેતુથી સરકારે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. નવી એપ્લિકેશનની મદદથી હવે ખેડૂતો તેમના મોબાઈલ દ્વારા જ આ સ્કીમ સાથે જોડાઈ સકશે. પીએમ-કિસાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ થઈ હતી, જે પશ્ચિમ બંગાળ સિવાયના તમામ રાજ્યોમાં ચાલી રહી છે.

એપમાં જ નામમાં ફેરફાર કરી શકાશે
મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, મોબાઇલ એપ્લિકેશનની મદદથી ખેડૂતોને પેમેન્ટ મળી જશે. આધાર પ્રમાણે નામમાં ફેરફાર કરી શકે છે. રજિસ્ટ્રેશનનું સ્ટેટસ જાણી શકે છે. એપમાં હેલ્પલાઇન નંબર અને જાતે રજિસ્ટ્રેશન કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત, આ યોજના સાથે જોડાયેલી તમામ માહિતી અહીં મળી શકશે.

8.45 કરોડ ખેડૂતોને પૈસા મળ્યા
અત્યાર સુધીમાં 9.74 કરોડ ખેડૂતો પીએમ-કિસાન યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. સરકારે 14 કરોડ ખેડૂતોને આ સ્કીમ સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એજન્સી પાસેથી મળેલા અહેવાલો અનુસાર, રાજ્ય સરકારના આંકડા સાથે મેળ ખાધા પછી અત્યાર સુધીમાં 8.45 કરોડ ખેડૂતોને પેમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે?
આ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા પેટે કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે. યોજનાના પાત્ર લાભાર્થીઓ પણ સામાન્ય સેવા કેન્દ્ર (CSC) દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નિયુક્ત કરવામાં આવેલા સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારી અને નોડલ અધિકારી જ ખેડૂતોનું આ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરી રહ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube