પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના(Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના સાતમા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના બેન્ક ખાતામાં આવવાના શરૂ થઇ ગયા છે. 1 ડિસેમ્બરથી સરકારે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ આ સ્કીમના લાભાર્થી હોવ અથવા તો તમે પણ આ સ્કીમ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને તમારા ખાતામાં પૈસા ન આવ્યાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે કૃષિ મંત્રાલયને તેની ફરિયાદ કરી શકો છો.

વર્ષમાં ત્રણ વાર આવે છે હપ્તો
વર્ષમાં ત્રણ વાર ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર થાય છે. પહેલો હપ્તો- એપ્રિલથી જુલાઇ, બીજો હપ્તો- ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો- ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવે છે.
2000 રૂપિયા નથી આવ્યા તો અહીં કરો ફરિયાદ
જો તમારા એકાઉન્ટમાં રૂપિયા ન આવે તો તમે તમારા ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક સાધો. તેમને જણાવો કે તમારા ખાતામાં પૈસા નથી આવ્યા. જો અહીં તમારી વાત સાંભળવામાં નહી આવે તો તમે તેને લગતા હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો. સોમવારથી શુક્રવાર સુધી પીએમ કિસાન હેલ્પ ડેસ્ક (PM-KISAN Help Desk)ના ઇ-મેલ (Email) pmkisan-ict@gov.in પર સંપર્ક સાધી શકો છો. ત્યાંથી પણ તમારુ કામ ન થયા તો આ સેલના ફોન નંબર 011-23381092 (Direct HelpLine) પર ફોન કરો.

સીધા મંત્રાલયમાં સંપર્ક સાધવાની આ છે સુવિધા
તમારી મદદ માટે એક છે હેલ્પલાઇન નંબર. જેના દ્વારા દેશના કોઇપણ હિસ્સામાં રહેતો ખેડૂત સીધો કૃષિ મંત્રાલયનો સંપર્ક સાધી શકે છે.
- પીએમ કિસાન ટોલ ફ્રી નંબર– 18001155266
- પીએમ કિસાન હેલ્પલાઇન નંબર – 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર – 011—23381092, 23382401
- પીએમ કિસાનની નવી હેલ્પલાઇન – 011-24300606
- પીએમ કિસાનની વધુ એક હેલ્પલાઇન – 0120-6025109
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ