PM Kisan: ગુજરાતના 51 લાખ ખેડૂતોને થશે ફાયદો, આ તારીખ સુધીમાં ખાતામાં આવશે 2 હજાર રૂપિયા

ગુજરાતના આશરે 51.34 લાખ ખેડૂતોને 2 હજાર રૂપિયાનો ફાયદો થશે. હકીકતમાં 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત નવ કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં ડિજિટલ રૂપે પૈસા જમા કરવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કુલ 1,020 કરોડ રૂપિયા આ ખેડૂતોના ખાતામાં જમા થશે.

ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે રાહત ભંડોળ

જણાવી દઇએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત, દેશભરના તમામ રજીસ્ટર્ડ ખેડૂતોને દર ચાર મહિનામાં 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયા પ્રતિ વર્ષનું રાહત ભંડોળ આપવામાં આવે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે ચાલુ નાણાકીય વર્ષનો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ડિસેમ્બર અને માર્ચ વચ્ચેનો અંતિમ હપ્તો 25 ડિસેમ્બરે જમા થશે.

Kisan credir card

જણાવી દઇએ કે 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ પણ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

ખેડૂતો

આ રીતે ચેક કરો બેલેન્સ

જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાંથી એક છો તો તમે આ સ્ટેપ્સને ફૉલો કરી પૈસા ટ્રાન્સફર થવા પર તમારુ બેલેન્સ ચેક કરી શકો છો.

Kisan card

તેના માટે સૌથી પહેલા pmkisan.gov.inની ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ. તે બાદ હોમપેજ પર Kisan Corner પર ક્લિક કરો. હવે તમારે સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં જ નવુ પેજ ઓપન થશે. હવે અહીં તમારુ એકાઉન્ટ નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર રજીસ્ટર કરો. તે બાદ Get Report પર ક્લિક કરો, અહીં તમારે તમારા બેલેન્સ સાથે સંબંધિત તમામ જાણકારી મળી જશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube