પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના.
આયુષ્માન ભારત અંતર્ગત બીજો ઘટક પીએમ-જેએવાય (PM-JAY) છે, જેનો ઉદેશ્ય સ્વાસ્થ્ય વિમો કવર પ્રદાન કરવાનો છે. યોજના હેઠળ પ્રતિ વર્ષે ૫ લાખ પ્રતિ પરીવાર ગરીબ અને નબળા વસ્તીના નીચેના ૪૦% લોકો માટે પીએમ-જેએવાય(PM-JAY) શરૂ કરવામાં આવી છે. સામાજિક-આર્થિક સમાવિષ્ટ કુટુંબો જાતિ ગણતરી ૨૦૧૧ (SECC ૨૦૧૧) અને વ્યવસાયિક ધોરણો પર આધારીત ગ્રામીણ અને શહેરી વિસ્તારોને તેમા ઉમેરવામાં આવ્યા છે. આ યોજનાને ૨૦૦૮ માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના (RSBY) રૂપમાં જોવામાં આવી હતી. એટલા માટે, પીએમ-જેએવાય (PM-JAY) અંતર્ગત ઉલ્લેખિત કવરેજમાં એવા પરિવારોનો પણ સમાવેશ કરવામાં આવ્યા હતા કે જેઓ RSBYમાં સમાવિષ્ટ હતા. પરંતુ SECR ૨૦૧૧ ડેટાબેઝમાં હાજર ન હતા. પીએમ-જેવાય (PM-JAY) સંપૂર્ણ સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવે છે, અને તેની અમલીકરણની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવે છે.
પીએમ-જેએવાય (PM-JAY) એ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતી વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા / ખાતરી યોજના છે. પીએમ-જેએવાય (PM-JAY)એ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પ્રવેશ માટે પ્રતી વર્ષે પરિવાર દીઠ ૫ લાખ રૂપિયાનું કવર પ્રદાન કરે છે. ૧૦.૭૪ કરોડથી વધુ ગરીબ અને નબળા હકદાર પરિવારો (લગભગ ૫૦ કરોડ લાભાર્થી) આ લાભો માટે યોગ્ય છે. પીએમ-જેએવાય (PM-JAY)એ લાભાર્થીને હોસ્પિટલમાં આરોગ્ય સંભાળ સેવાઓ માટે કેશલેસ પ્રવેશ પ્રદાન કરે છે પીએમ-જેએવાય (PM-JAY) યોજના હેઠળ, પ્રત્યેક પાત્ર પરિવાર ૫,૦૦,૦૦૦ સુધી કેશલેસ વીમો પ્રદાન કરે છે. કવરમાં ઉપચારના નીચેના ઘટકો માટે કરવામાં આવતા બધા ખર્ચ શામેલ છે.
મળતા લાભો:
⦁ તબીબી પરીક્ષા, ઉપચાર અને પરામર્શ
⦁ પુર્વ હોસ્પિટલમાં દાખલ
⦁ ચિકત્ચા અને ચિકત્ચા ઉપભોગ્ય
⦁ બિન-સઘન અને સઘન સંભાળ સેવાઓ
⦁ ડાયગ્નોસ્ટિક અને લેબોરેટરી તપાસ
⦁ ચિકત્ચા ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ (જ્યાં જરૂરી હોય)
⦁ આવાસ લાભ
⦁ ખાધ્ય સેવાઓ
⦁ ઉપચાર દરમિયાન ઉત્યન્ન થતી જટીલતાઓની સારવાર
⦁ હોસ્પિટલમાં દાખલ થયા પછી ૧૫ દિવસ સુધી કરવામાં આવે છે.
૫,૦૦,૦૦૦ નો લાભ એ પારીવારીક ફ્લોટર આધાર પર થાય છે, જેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ પરિવારના એક અથવા બધા સભ્યો કરી શકે છે. પીએમ-જેએવાય(PM-JAY)માં પરીવારનો આકાર અને સભ્યોની ઉંમર, પહેલાથી હોય તે રોગો પહેલા દિવસથી આવરી લેવામાં આવે છે. પીએમ-જેએવાય(PM-JAY) દ્વારા કવર કરવામાં આવતાં પહેલાં કોઈપણ તબીબી સ્થિતિથી પીડિત કોઈપણ પાત્ર વ્યક્તિ હવે તે તબીબી પરિસ્થિતિઓ માટે યોજના હેઠળ ઇલાજ કરાવી શકે છે.
લાભાર્થી:
૧૦.૭૪ કરોડથી વધુ ગરીબ અને નબળા હકદાર પરિવાર (લગભગ ૫૦ કરોડ લાભાર્થી) આ લાભો માટે યોગ્ય છે.
લાભ:
પીએમ-જેએવાય(PM-JAY) યોજના હેઠળ, પ્રત્યેક પાત્ર પરીવારને ૫,૦૦,૦૦૦ સુધીનું કેશલેસ વીમો પ્રદાન કરવામાં આવે છે. કવરમાં ઉપચાર માટે નીચેના ઘટકો કરવામાં આવતા તમામ ખર્ચ શામેલ હોય છે. તબીબી પરીક્ષા, ઉપચાર અને પરામર્શ, પુર્વ હોસ્પિટલમાં દાખલ, ચિકત્ચા અને ચિકત્ચા ઉપભોગ્ય, બિન-સઘન અને સઘન સંભાળ સેવાઓ, ડાયગ્નોસ્ટિક અને લેબોરેટરી તપાસ, ચિકત્ચા ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ, આવાસ લાભ, ખાધ્ય સેવાઓ, ઉપચાર દરમિયાન ઉત્યન્ન થતી જટીલતાઓની સારવાર હોસ્પિટલમાં દાખલ થયા પછી ૧૫ દિવસ સુધી કરવામાં આવે છે.,
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ