વડાપ્રધાને કરી આ રાજ્યોના સી.એમ સાથે વર્ચ્યુઅલ મીટીંગ, જાણો શું છે ખાસ…

કોરોના વાયરસની મહામારી તેના પૂર્ણ બળે યથાવત છે. અને દેશમાં હજારોની સંખ્યામાં પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સેંકડો લોકો રોજના મરી રહ્યા છે. લોકડાઉન બાદ દેશને તબક્કાવાર અનલોક કરવામા આવી રહ્યો છે ત્યારે સંક્રમણનું જોખમ પણ વધી રહ્યું છે અને તેનો આંકડો પણ વધી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જે રાજ્યોમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થયો છે તેના મુખ્યમંત્રીઓ સાથે વડા પ્રધાન મોદીએ એક વર્ચ્યુઅલ મીટીંગ રાખી હતી.

આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્લી, પંજાબ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. અને તે સાથે જ આ સાતે રાજ્યોમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લાદવામા આવશે તેવી શંકાઓ વ્યક્ત કરવામા આવી રહી છે. જો કે એ પ્રકારની કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામા નથી આવી. વાસ્તવમાં કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે આ પ્રકારનું ફરી લોકડાઉન લાદવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેને કોઈ જ સમર્થન હજુ સુધી મળ્યું નથી.

એ વાતમાં કોઈ જ શંકા નથી કે આ સાતે રાજ્યોમા કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. અને સેંકડોની સંખ્યામાં કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ સાત રાજ્યોમાં દેશના લગભગ 66 ટકા કોરોના કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. અને તેટલું જ નહીં પણ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે થતાં મૃત્યુના લગભગ 77 ટકા મૃત્યુ આ જ સાત રાજ્યોમાં નોંધાયા છે જેને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે અને માટે જ આ સાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજવામા આવી હતી.

જોકે કેન્દ્ર સરકારે અગાઉ કહેલું છે કે હવે પછી દેશમાં લોકડાઉન લદાય તેવી કોઈ જ શક્યતાઓ નથી. જો કે કોરોનાથી અત્યંત ખરાબ રીતે પ્રભાવિત આ સાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉન લાદવા ન લાદવા બાબતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે.

તમને જણાવી દઈ કે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કોરોનાના 57.3 લાખ પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. અને 91,149 લોકો આ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે 46.74 લાખ લોકો કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઈને ઘરે પાછા ફર્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારસુધીમાં 1.26 લાખ લોકો કોરનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જેમાંથી 1.06 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થઈને સાજા થયા છે.

અને મૃત્યુનો આંકડો જોઈએ તો કોરોનાના સંક્રમણના કારણે 3352 લોકોના દુઃખદ અવસાન થયા છે. વૈશ્વિક આંકડા પર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3.18 કરોડ લોકોને કોરોનાનુ સંક્રમણ લાગ્યું છે. જેમાંથી 2.18 કરોડ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે પણ અત્યંત દુઃખદ વાત એ છે કે આ વાયરસના ભરડામાં આવીને 9.74 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube