પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કેન્દ્ર સરકાર લોકોને તેમના ઘરના સપનાને પૂરા કરવામાં મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ 2.67 લાખ સહાય પૂરી પાડે છે. જો કે, માહિતીના અભાવે ઘણા લોકોને યોજનાનો લાભ લેવામાં મુશ્કેલીઓ થાય છે. આ સિવાય ઘણા લોકોની સબસિડી પણ દસ્તાવેજોની ખામીને કારણે અટવાઇ છે. ચાલો આપણે જાણીએ કે સબસિડી શા માટે અટવાઈ જાય છે.

ઘર

આ કારણે અટવાઇ જાય છે સબ્સિડી

 • ફોર્મ ભરતા સમયે જાણકારી આપવામાં ભૂલ સબ્સિડી મેળવવામાં વિલંબનું એક કારણ હોઇ શકે છે.
 • પીએમ આવાસ યોજના હેઠળ છૂટ મેળવવા માટે ફરજિયાતપણે પ્રથમ વખત ખરીદવું જોઇએ. એટલે કે જે ઘર ખરીદી રહ્યો છે, તેણે તેના પહેલા ક્યારેય ઘર ખરીદ્યુ ના હોય.
 • યોજનામાં છૂટ મેળવવા માયે જરૂરી છે કે પ્રોપર્ટીમાં મહિલા સહ માલિક હોય. તેમના ના હોવા પર સબ્સિડીનો લાભ નથી મળતો.
 • પીએમ આવાસ યોજના હેઠળ છૂટ મેળવવા માટે પરિવારની આવક ત્રણ શ્રેણીમાં 3 લાખ, 6 લાખ અને 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો આવક અને શ્રેણીમાં અંતર મળે છે, તો તેની સબ્સિડી રોકાઇ જાય છે.

કોને મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ?

 • આર્થિક રીતે નબળા વર્ગ – 3 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવાર
 • નિમ્ન આવક વર્ગ – 3 લાખથી 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા પરિવાર
 • મધ્યમ આવાક વર્ગ I – 6 લાખથી 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા પરિવાર
 • મધ્યમ વર્ગ II – 6 લાખથી 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવાકવાળા પરિવાર
 • મહિલાઓ જે EWS અને LIG કેટેગરીથી સંબંધિત છે
 • અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય નબળું વર્ગ (OBC).

એપ્લિકેશનની સ્થિતિ આવી રીતે તપાસવી

આ જ સમયે, જો તમે પીએમ આવાસ જના માટે અરજી કરી છે, તો પછી તમે નીચે આપેલા પગલાઓ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન સ્થિતિ ચકાસી શકો છો.

 • સૌ પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.અહીં ‘સિટીઝન એસેસમેન્ટ’ વિકલ્પ પર ક્લિક કરો.
 • તમારી સ્ક્રીન પર એક નવું પૃષ્ઠ ખુલશે, જ્યાં તમે ‘Track Your Assessment Status’ ઓપ્શન પર કરો’ ક્લિક કરો છો.
 • અહીં તમારે તમારો નોંધણી નંબર ભરવો પડશે.
 • આ પછી, તમારે તમારી સ્થિતિ જોવા માટે ‘બાય નેમ’, ‘ફાધર નેમ’ અને ‘મોબાઇલ નંબર’ વિકલ્પોમાંથી એક પર ક્લિક કરવું પડશે.
 • હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા અને શહેર અથવા ગામ વિશે માહિતી આપવી પડશે.
 • આ પછી, તમારે તમારી વ્યક્તિગત માહિતી અને મોબાઇલ નંબર વગેરે ભરવા પડશે.
 • ‘સબમિટ’ ના વિકલ્પને ક્લિક કરવા પર, તમારી સ્ક્રીનની સામે એપ્લિકેશનની સ્થિતિ ખુલશે.
 • યોજનાનો લાભ મેળવવા માટેની સૌથી અગત્યની શરત
 • પ્રધાનમંત્રી આવાસ યોજનાના સીએલએસએસ હેઠળ છૂટ મેળવવા માટે, તે ખૂબ મહત્વનું છે કે તેણે પહેલાં કોઈ ઘર ખરીદ્યું ન હતું. જો તેના નામે
 • પહેલેથી જ મકાન છે, તો તેને છૂટનો લાભ મળશે નહીં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube