પવિત્ર પુરુષોત્તમ માસમાં પૂજા પાઠમાં ધ્યાન રાખો 10 વાતો, નહીં તો થશે અનર્થ

અધિક માસનો પવિત્ર મહિનો 18 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. આ મહિનામાં પૂજા પાઠનું ફળ દસ ગણું વધારે મળે છે. અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને મળમાસ કે પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ સમયે કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરી લેવામાં આવે તો પ્રભુ નારાજ થાય છે. તો અધિક માસમાં ધ્યાન રાખી લો આ 10 વાતો અને તેમાં ક્યારેય ભૂલ ન કરો.

આ મહિનામાં વિવાહ કરવાનું અશુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સૂતા હોવાના કારણે આ મહિને માંગલિક કાર્યો વર્જિત છે.

અધિક માસમાં માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે સ્વાદ માટે કોઈ પણ જીવની હત્યા કરવાથી વ્યક્તિને નરકમાં જવું પડે છે.

એક મહિનાનો સમયમાં કોઈ પણ નવો કારોબાર શરૂ કરવો નહીં. માનવામાં આવે છે કે આ સમયે નવું કામ શરૂ કરવાથી સફળતા મળતી નથી. માટે આવી ભૂલ ન કરશો.

અધિક માસમાં ભૂલથી પણ પોતાના ગુરુ, ગુરુ સમાન વ્યક્તિ, પિતૃદેવ, ઈષ્ટદેવ, સ્વામી દેવ અને સંતોનું અપમાન ન કરવું. આમ કરવાથી દેવતા ક્રોધિત થાય છે અને તમારું પતન શરૂ થાય છે.

મોટા ભાગે બાળકો આ સમયે બાળકોનું મુંડન કરાવે છે. અધિક માસમાં મુંડન ન કરવાનું કહેવાયું છે. આ માસ કોઈ પણ શુભ કાર્યો માટે નથી.

આ મહિનો ખાસ કરીને પૂજા પાઠ માટે છે. એક દિવસ પણ આરાધના વિના ન વીતાવો. આ માસમાં પુણ્ય કર્મો અને પૂજા પાઠનું વિશેષ ફળ મળે છે. માટે નિયમથી પૂજા કરો,

મહિલાઓએ આ મહિને વાળ ન કપાવવા. વાળ ગંદગીનું પ્રતીક છે. પવિત્ર મહિનામાં વાળ કપાવવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે.

આ સમયે ખોટું બોલવું, હિંસા, અત્યાચાર, ચોરી જેવા પાપ ન કરવા. આ કર્મો માટે શાસ્ત્રોમાં કાયમ મનાઈ છે. ખાસ કરીને આ મહિને તો આવા કામથી દૂર રહો તેમાં તમારી ભલાઈ છે.

આ મહિને કોઈ પણ તીર્થ સ્થળ, દેવી,દેવતા કે નદી માટે અપશબ્દોનો પ્રયોગ કરવો નહીં. આમ કરવાથી અનેક ગણું પાપ લાગે છે અને તેના નિવારણનો પણ કોઈ ઉપાય નથી.

આ મહિને તુલસીના છોડનો અનાદર ન કરો. તુલસીને તમારા ઘરની બહાર ન કાઢો. ભગવાન વિષ્ણુને સમર્પિત સમય છે અને ભગવાન વિષ્ણુ દેવી તુલસીના રૂપમાં તેમની સાથે રહે છે.

આ 7 વસ્તુનું દાન આપશે ફાયદો ગરૂડ પુરાણમાં આ સાત દાનથી સાત પ્રકારના લાભ થશે તેવું જણાવવામાં આવ્યું છે.

  • · જળ દાનથી તૃપ્તિ મળે
  • · અનાજ દાનથી અક્ષય સુખ,
  • · તલના દાનથી સંતાન સુખ,
  • · ભૂમિ દાનથી મનગમતી વસ્તુઓ
  • · સોનાનું દાન કરવાથી લાંબુ આયુષ્ય
  • · ઘરનું દાન કરવાથી ઉત્તમ ભવન
  • · ચાંદીનું દાન કરવાથી સારું સ્વરૂપ મળે

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube