ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સી આર પાટિલની વરણી કરી હાઇકમાન્ડે સૌ કોઇને ચોંકાવ્યા છે. પીએમ મોદીના વિશ્વાસુ મનાતા પાટિલની ઓળખ રાજકીય વહીવટદાર તરીકેની છે. પરંતુ એવી ચર્ચા છે કે પાટિલના રાજમાં પક્ષની વિચારધારાને વળગી રહેલા સંનિષ્ઠ કાર્યકરો કોરાણે ધકેલાયા છે.

જ્યારે કે પક્ષના નામે ફંડ ઉઘરાવવામાં માહેર એવા નેતાઓ અને કાર્યકર્તાઓની જ હવે બોલબાલા રહેશે.
પાટિલે પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ મોદી સ્ટાઇલ અપનાવી હોવાનું કમલમમાં ચર્ચાઇ રહ્યું છે. ભાજપ પર જાણે સંપૂર્ણ કબ્જો મેળવી લીધો હોય તેવો દેખાડો કરી પાટિલે કેટલાયે નેતાઓના રાજકીય હિસાબકિતાબ કરવાનું શરૂ કર્યું છે. ખુદ ભાજપના જ નેતાઓ કહી રહ્યા છે કે હવે જમીનના દલાલો, બિલ્ડરો, રોડ-મકાનના કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેટ ગૃહો સાથે સાંઠગાંઠ ધરાવનારાઓની જ હવે પક્ષમાં કદર થશે.

- પાટિલના રાજમાં પક્ષની વિચારધાને વળગી રહેલા સંનિષ્ઠ કાર્યકરો કોરાણે ધકેલાયાની ચર્ચા
- પક્ષના નામે ફંડ ઉઘરાવવામાં માહેર એવા નેતાઓ-કાર્યકર્તાઓની જ હવે બોલબાલા !
- જમીન દલાલો, બિલ્ડરો, કોન્ટ્રાGટરો અને કોપાર્રેટ ગૃહો સાથે સાંઠગાંઠ ધરાવનારાઓની જ કદર થશે !
- ફાઇલો, બદલી અને કોન્ટ્રાક્ટના કામો કરાવી ફંડ લાવી આપે તેવા રાજકીય દલાલોની શોધખોળ ચાલુ !
- સંનિષ્ઠ કાર્યકરોને બદલે રાજકીય દલાલો અને મળતિયાઓને સંગઠનમાં જાડવાની તૈયારીઓ ચાલુ !
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.