• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

પાકિસ્તાનનો ‘મૌકા’ પર ચોગ્ગો, 3 પાકિસ્તાની ખેલાડીએ ભારતને હરાવ્યું; 29 વર્ષના બંને ફોર્મેટના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતની પહેલી શરમજનક હાર

in Sports
પાકિસ્તાનનો ‘મૌકા’ પર ચોગ્ગો, 3 પાકિસ્તાની ખેલાડીએ ભારતને હરાવ્યું; 29 વર્ષના બંને ફોર્મેટના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતની પહેલી શરમજનક હાર

ભારત v/s પાકિસ્તાન…ક્રિકેટની એલ ક્લાસિકો ગણાતી આ મેચ ICC ઈવેન્ટની શાન છે. તેવામાં ફરી એકવાર T-20 ફોર્મેટમાં 2045 દિવસો પછી એટલે કે 5 વર્ષ 7 મહિના અને 5 દિવસ પછી બંને ટીમ એકબીજાની સામ-સામે આવી હતી. આજે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં PAK ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા બેટિંગ કરતા વિરાટ સેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ઓપનર્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને 10 વિકેટથી હરાવ્યું છે.
પાકિસ્તાને 10 વિકેટથી મેચ જીતી

બાબર આઝમે 52 બોલમાં અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને 55 બોલમાં અણનમ 79 રન કર્યા હતા. જેની સહાયથી PAK ટીમે 13 બોલ પહેલા મેચ જીતી લીધી હતી.
ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો આ પહેલો વિજય છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ મેચ 1992 માં રમાઈ હતી.
ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મેચોમાં એક પણ વખત હાર્યું ન હતું, પરંતુ આજે આ વિનિંગ સ્ટ્રિક તૂટી ગઈ હતી.

પાકિસ્તાનની પાવરપ્લેમાં સારી શરૂઆત રહી

ભારતે આપેલા 152 રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે પાકિસ્તાની બેટર્સની સારી શરૂઆત રહી હતી.
બાબર આઝમે પાવરપ્લે સુધી 17 બોલમાં 17 રન તથા મોહમ્મદ રિઝવાને 19 બોલમાં 27 રન કર્યા હતા.
પાવરપ્લેમાં ઈન્ડિયન ટીમના 2 બોલર્સે પાણીની જેમ રન વહાવ્યા હતા. ભુવીએ 2 ઓવરમાં 18 તથા શમીએ 2 ઓવરમાં 19 રન આપી એકપણ વિકેટ લીધી નહોતી.

છેલ્લી 5 ઓવરમાં ભારતે કર્યા 51 રન

ઈન્ડિયન ટીમે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 7 વિકેટના નુકસાને 151 રન કર્યા હતા.
પહેલા પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 51 રન કરી સ્કોર 150+ને પાર પહોંચાડ્યો હતો.
વિરાટ કોહલીએ ડેથ ઓવર્સમાં સારી બેટિંગ કરી હતી. તેણે 49 બોલમાં 57 રન કરી મેચની ઈનિંગ સંભાળી રાખી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર પાકિસ્તાન વિરૂદ્ધ આઉટ થયો હતો.
તેવામાં ઈનિંગની 19મી ઓવરના ચોથા બોલ પર શાહીન આફ્રિદીના સ્લોઅર બોલને મારવા જતા આઉટ થયો હતો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

હાર્દિક પંડ્યા પણ હવે નહીં રાખે દયા! મુંબઇ સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાંથી કરશે બહાર…
Sports

હાર્દિક પંડ્યા પણ હવે નહીં રાખે દયા! મુંબઇ સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાંથી કરશે બહાર…

આ મહિલા ક્રિકેટરે કપડા ઉતારી નગ્ન અવસ્થામાં વિકેટકીપિંગ કરી હતી, જુઓ તસવીર…
Sports

આ મહિલા ક્રિકેટરે કપડા ઉતારી નગ્ન અવસ્થામાં વિકેટકીપિંગ કરી હતી, જુઓ તસવીર…

ધોનીને મળવા 1436 કિમી પગપાળો આવ્યો યુવક, માહીએ ઘરે મોકલવા ફ્લાઇટની વ્યવસ્થા કરી
Sports

ધોનીને મળવા 1436 કિમી પગપાળો આવ્યો યુવક, માહીએ ઘરે મોકલવા ફ્લાઇટની વ્યવસ્થા કરી

કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કંઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું
Sports

કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કંઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: