પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (Pok)માં પાકિસ્તાન સરકારનો વિરોધ સતત વધતો જાય છે. સૃથાનિક લોકો પીઓકેમાંથી ગેરકાયદે કબજો છોડવાની પાકિસ્તાન સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. એક સામાજિક કાર્યકરે પાકિસ્તાનના રાષ્ટ્રીય ચિહ્નો દૂર કરવાની માગણી સાથે ભૂખ હડતાલ કરી હતી. દદયાલ વિસ્તારમાંથી એ કાર્યકરે પાક.નો ઝંડો પણ હટાવી લીધો હતો.

પત્રકાર અને સામાજિક કાર્યકરની પાકિસ્તાન વિરુદ્ધ ભૂખહડતાલ
Pokમાં સામાજિક કાર્યકર અને પત્રકાર તનવીર અહેમદે પાકિસ્તાન સરકાર સામે ભૂખ હડતાલ શરૂ કરી હતી. પીઓકે ઓથોરિટી સામે તેણે માગણી મૂકી હતી કે Pokમાં પાક. સરકાર ગેરકાયદે કબજો છોડી દે. સામાજિક કાર્યકર અને તેના સમર્થકોએ માગણી કરી હતી કે પીઓકેમાંથી પાકિસ્તાન તેનો ઝંડો અને રાષ્ટ્રીય ચિહ્નો પણ હટાવી દે. કારણ કે પાકિસ્તાને પીઓકેમાં ગેરકાયદે કબજો જમાવ્યો છે.

ભરબજારે ઉતારી ફેંક્યો પાકિસ્તાનનો ઝંડો
સામાજિક કાર્યકર્તાએ દદયાલ વિસ્તારમાંથી પાકિસ્તાનનો ઝંડો ઉતારી લીધો હતો. એ પછી સ્થાનિક ઓથોરિટીએ તેની અટકાયત કરી હતી. Pokમાં તનવીરને જમીન પર ઢસડીને લઈ જવાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસ જવાનોએ તેની સાથે બર્બર વર્તન કર્યું હતું.
પત્રકાર પર જીવનું જોખમ
પીઓકેમાં પાક.ને કબજો હટાવવાની માગણી કરતા તનવીર અહેમદે કહ્યું હતું કે તેણે પાકિસ્તાનનો ઝંડો ઉતારી લીધો તે પછી તેના ઉપર જીવનું જોખમ ખડું થયું છે. છેલ્લાં દિવસામાં પાક.માંથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે.
પાકિસ્તાનનો વધતો વિરોધ
પીઓકેના નાગરિકોમાં પાકિસ્તાનનો વિરોધ વધતો જાય છે. પીઓકેમાંથી પાક. સરકાર કબજો મૂકે તેવી માગણી સતત વધતી જાય છે. સૃથાનિક લોકો વિરોધમાં દલીલ કરે છે કે પાકિસ્તાને પીઓકેમાં ગેરકાયદે કબજો જમાવ્યો હતો એટલે પાક. સરકારે આ જમીનમાંથી ચાલ્યા જવું જોઈએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.