પાકિસ્તાનમાં શિયા વિરુદ્ધ હજારો સુન્ની કરાચીની સડકો પર ઊતર્યાં

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા પાકિસ્તાનને શિયા સમુદાય વિરુદ્ધ કરેલી ઉશ્કેરણીના પગલે શુક્રવારે કરાચીમાં સુન્ની સમુદાયના હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. સડકો પર ઊતરી આવેલી હજારો સુન્નીઓની ભીડે શિયાઓને કાફિર ગણાવી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. અખબારી અહેવાલો પ્રમાણે ગયા મહિને મોહરમના પ્રસંગે આશૂરાના જુલૂસનું ટેલિવિઝન ચેનલ પર પ્રસારણ કરાયું હતું જેમાં કેટલાક શિયા ધર્મગુરુ દ્વારા ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરાઈ હોવાનો આરોપ મુકાયો હતો. પાકિસ્તાનના સામાજિક કાર્યકર આફરીને  ટ્વિટ કરીને જણાવ્યું કે આ આરોપ બાદ સંખ્યાબંધ શિયા મુસ્લિમો પર ર્ધાિમક પુસ્તક વાંચવા અને આશૂરાના જુલૂસમાં ભાગ લેવા માટે હુમલા કરાયા છે. કરાચીમાં યોજાયેલા દેખાવોમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા દ્વારા શિયા મુસ્લિમોને ધમકી આપવામાં આવી હતી.

શિયા વિરોધી હિંસાનું કવરેજ કરનારા પત્રકારની ધરપકડ

એક ટ્વિટરાતીએ માહિતી આપી હતી કે શિયા વિરોધી હિંસાનું કવરેજ કરનારા એક પત્રકાર બિલાલ ફારૂકીની પોલીસે ધરપકડ કરી છે. પાકિસ્તાનમાં શિયાઓનો નરસંહાર થઈ રહ્યો છે. અમારા પર અત્યાચાર થઈ રહ્યાં છે.

પાંચ વર્ષમાં સેંકડો શિયાની હત્યા, સંખ્યાબંધ લાપતા

અખબારી અહેવાલો અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનમાં શિયા વિરોધી હિંસામાં મોટો વધારો થયોછે. સેંકડો શિયા મુસ્લિમની હત્યા કરાઈ છે. હત્યારા શિયા મુસ્લિમની હત્યા બાદ તેના ઘર બહાર લખે છે કે શિયા કાફિર છે. શિયા સમુદાયના સંખ્યાબંધ યુવાનો અને મહિલાઓ લાપતા છે. શિયા મુસ્લિમોની હત્યાનો આરોપ સિપાહ-એ-સાહબા સંગઠન પર મૂકવામાં આવી રહ્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube