પહેલી પત્નીના દેહાંત પછી બીજી પત્ની ઘરે લઇ આવ્યા હતા આ 5 અભિનેતા, 3 નંબરના અભિનેતા તો ત્રીજી પણ

જયારે પણ લગ્ન થાય છે તો એકબીજાની સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાનો વાદો કરતા હોય છે. જોકે ઘણી વાર દુર્ભાગ્યને કારણે એકનું મૃત્યુ પણ થઇ જતું હોય છે. એવામાં બીજો પાર્ટનર એકલો રહી જતો હોય છે. એના માટે એ સમય ઘણો અઘરો હોય છે. એ પોતાને ઘણો જ એકલો અનુભવે છે. એવામાં એને એક નવા પાર્ટનરની જરૂર પણ હોય છે. એટલે એ બીજા લગ્ન કરવાનો વિચાર કરવા લાગે છે. પહેલી પત્નીના નિધન પછી બીજી મહિલા સાથે લગ્ન કરવામાં કાંઈ ખોટું નથી. કેટલાક તો પત્ની જીવિત હોય અને એની સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી લેતા હોય છે. જોકે કેટલાક ઈમાનદાર હોય છે અને તેઓ પોતાની પહેલી પત્નીનો સાથ મરતા દમ સુધી નથી છોડતા. આજે અમે તમને એવા બૉલીવુડ કલાકારો સાથે મળાવવા જઈ રહ્યા છે જેમણે પહેલી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા હતા.

રાજ બબ્બર


પોતાના જમાનામાં રાજ બબ્બરની એક અલગ જ ઓળખ હતી. રાજ બબ્બરના દેખાવ અને અભિનયના ઘણા લોકો દીવાના હતા. જોકે રાજ બબ્બરનું દિલ બોલીવુડની સુંદર અભિનેત્રી સ્મિતા પાટીલ પર આવી ગયું હતું. એવામાં રાજ બબ્બરે પોતાની પહેલી પત્ની છોડીને નાદીરાને છોડીને સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. 1986 માં જયારે સ્મિતા પાટીલે પોતાના દીકરા પ્રતીક બબ્બરને જન્મ આપ્યો તો એનું નિધન થયું હતું. એવામાં રાજ બબ્બરે સ્મિતાના નિધન પછી પોતાની પહેલી પત્ની નાદીરા સાથે ફરીથી લગ્ન કર્યા હતા.

શમ્મી કપૂર


શમ્મી કપૂર પોતાના જમાનામાં ઉત્તમ અભિનેતા હતા. એમના પહેલા લગ્ન 1955 માં અભિનેત્રી ગીતા બાલી સાથે થયા હતા. આ લગ્નથી એમને બે બાળકો પણ થયા હતા. જોકે, પછી ગીતાને સ્મોલપોક્સની બીમારી થઇ ગઈ અને એમનું 1965 માં નિધન થયું. એવામાં શમ્મીએ નીલિમા દેવી સાથે બીજા લગ્ન કર્યા હતા.

સંજય દત્ત


સંજય દત્તના લગ્ન ઋચા શર્મા સાથે 1987 માં થયા હતા. આ લગ્નથી એમને ત્રિશાલા નામની એક દીકરી પણ થઇ. જોકે ઋચાને કેન્સરની બીમારીએ ઝકડી લીધી હતી અને એમનું દેહાંત થઇ ગયું હતું. ઋચાના દેહાંત પછી સંજયે રેહા પિલ્લઈ સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે બીજી પત્ની સાથે પણ છૂટાછેડા થયા તો સંજયે માન્યતા સાથે લગ્ન કર્યા હતા.

વિનોદ ખન્ના


બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા વિનોદ ખન્નાએ 1971 માં અભિનેત્રી ગીતાંજલિ સાથે લગ્ન કર્યા હતા. પણ ગીતાંજલિને એક ગંભીર બીમારી થઇ ગઈ હતી અને એના લીધે 1985 માં એમનું મૃત્યુ થઇ ગયું. એ પછી વિનોદ ખન્નાએ કવિતા નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા.

દિલીપ કુમાર


દિલીપ કુમાર બોલીવુડના પહેલા સુપરસ્ટાર હતા. એમના લગ્ન અસ્મા રહેમાન સાથે 1981 માં થયા હતા. જયારે અસ્માનું નિધન થયું તો દિલીપ કુમારે અભિનેત્રી સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. દિલીપ અને સાયરાની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે.

તો આ બધામાંથી તમારી મનગમતી જોડી કઈ છે જણાવો કમેન્ટમાં. સાથે જ આ પ્રકારની રસપ્રદ ખબરો જાણવા અમારી સાથે જોડાયેલા રહો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube