પદ્માવતથી લઈને છપાક, હવે ડ્રગ કનેક્શન, આ 8 વિવાદો સાથે જોડાયું હતું બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણનું નામ.

રિયા ચક્રવર્તીની ધરપકડ પછીથી સતત બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. રિયા3 બોલિવુડના A લિસ્ટના ઘણા સેલિબ્રિટીનું નામ લીધું ચ3 જે ડ્રગ્સ બાબતે જોડાયેલા છે. એમ સેલિબ્રિટી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, સિમોન ખંબાટાનું નામ સામે આવી રહ્યું હતું, પણ હવે બોલીવુડની બીજી અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે. ડ્રગ્સ બાબતે દીપિકા પાદુકોણનું નામ આવતા જ એકવાર ફરી એ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ કોઈ પહેલો વિવાદ નથી જેમાં એમનું નામ આવ્યું હોય. આ પહેલા બીજા પણ કેટલાક વિવાદોમાં એમનું નામ આવી ચૂક્યું છે. તો ચાલો જાણી લઈએ એ વિવાદો વિશે.

ડ્રગ કનેક્શન.

બોલીવુડની સૌથી અફળ અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણનું નામ ડ્રગ્સ બાબતે સામે આવ્યા પછી એ સતત ચર્ચામાં છે. સૂત્રો અનુસાર, એનસીબીને દીપિકા પાદુકોણ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા છે અને એ જ કારણસર એનસીબીએ દીપિકા પાદુકોણનો સમન આપ્યો છે. 25મી સપ્ટેમ્બરના રોજ દીપિકા પાદુકોણ એનસીબી સમક્ષ હાજરી આપશે.એનસીબીને જયા સાહાની એક કથિત ચેટ મળી છે જેમાં D અને K નામની ચર્ચા છે. સૂત્રો અનુસાર Dનો અર્થ છે દીપિકા પાદુકોણ અને Kનો અર્થ છે કરિશ્મા, જે જયા સાહાની સહયોગી છે. આ ચેટમાં દીપિકા કરિશ્મા પાસે માલની ડિમાન્ડ કરી રહી છે.

જેએનયુ વિવાદ

એસિડ એટેક પર બનેલી દીપિકા પાદુકોનની ફિલ્મ છપાક પણ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ હતી. વાત જાણે એમ હતી કે દીપિકા પોતાની ફિલ્મના પ્રમોશન માટે દિલ્લી ગઈ હતી અને ફિલ્મનું પ્રમોશન પૂરું થયા પછી એ જેએનયુ જતી રહી, જ્યાં કનૈયા કુમાર જેએનયુના ઘાયલ થયેલા છાત્રોના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. દીપિકા પાદુકોને ત્યાં જઈને કઈ કહ્યું ન કહ્યું ને ચૂપચાપ છાત્રો સાથે ઉભી રહી ગઈ. બસ પછી શું હતું. એમને ફેન્સને દીપિકાનો આ વ્યવહાર બિલકુલ ન ગમ્યો. અને એમનો વિરોધ થવાનું શરૂ થઈ ગયું. ત્યાં સુધી કે ઘણી લોકપ્રિય બ્રાન્ડસે એમનો બોયકોટ કરી દીધો. ફેન્સે જ નહીં પણ નેતાઓએ પણ એમનવ કટાક્ષ કર્યા.

દીપિકા પાદુકોણનો બધાએ એટલો વિરોધ કર્યો કે એમની ફિલ્મ છપાક બોક્સ ઓફીસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી.

ફિલ્મ પદ્માવતના નામનો વિરોધ.

સંજય લીલા ભણસાલીની વર્ષ 2017માં આવેલી ફિલ્મ પદ્માવતના નામને લઈને ખૂબ જ જબરદસ્ત વિવાદ થયો હતો. ફિલ્મમાં દીપિકા દ્વારા ભજવેલા પાત્રને લઈને મોટી બબાલ થઈ હતી. રિલીઝ પહેલા જ આખા દેશમાં આ ફિલ્મનો ઘણો વિરોધ થયો હતો.

ઘણી જગ્યા પર દીપિકાના પૂતળા બાળવામાં આવ્યા હતા. એટલું જ નહીં દીપિકાનું નાક કાપનારને ઈનામની ઘોષણા પણ કરવામાં આવી હતી. દિવસેને દિવસે વિવાદ વધતો જ જઈ રહ્યો હતો, થાકીને ડાયરેકટર સંજય લીલા ભણસાલીએ 2 મહિના પછી ફિલ્મના વિવાદિત સીન્સને રીશૂટ કર્યા અને ફિલ્મના નામમાં ફેરફાર કરીને એને પદ્માવત કરી દીધું.

ફિલ્મ બાજીરાવ મસ્તાનીના તથ્યો સાથે છેડછાડ.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની બ્લોકબસ્ટર ફિલ્મમાંથી એક છે પણ એનું નામ પણ વિવાદો સાથે જોડાયું હતું. વિવાદનો વિષય હતો કે રાની મસ્તાનીના પૂર્વજોના ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. એટલે આ ફિલ્મ પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી હતી. એ સિવાય મસ્તાની દ્વારા સભામાં બધાની સામે નાચવાને લઈને પણ ખૂબ જ વિરોધ થયો હતો.

ફિલ્મ ગોલીયો કી રાસ લીલા- રામલીલા.

દીપિકા પાદુકોણના વિવાદોની લિસ્ટમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલીયો કી રાસલીલા- રામલીલાનું નામ પણ સામેલ છે. આ ફિલ્મ ઘણી જ કોન્ટ્રોવરશિયલ રહી. કોન્ટ્રોવર્સીનું કારણ હતું ફિલ્મનું ટાઇટલ. ફિલ્મની ઓરીજનલ નામ રામલીલા હતું પણ ભગવાન રામના નામ સાથે જોડાયેલું હોવાના કારણે ઓડિયન્સને આ નામ ન ગમ્યું. જાલંધર પોલીસે નિર્દેશક સંજય લીલા ભણસાલી, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધી. પછીથી ફિલ્મનું ટાઇટલ બદલીને ગોલીયો કી રાસલીલા- રામલીલા કરવામાં આવ્યું. પછીથી સંજય લીલા ભણસાલીએ સફાઈ આપતા કહ્યું કે ફિલ્મમાં મુખ્ય પાત્ર રામ કોઈપણ રીતે ભગવાન રામ સાથે મળતું નથી આવતું.

ક્લિવેઝ કોન્ટ્રોવર્સી

વર્ષ 2014માં દીપિકા પાદુકોણનો એક અનુચિત ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના કારણે દીપિકા વિવાદોમાં આવી હતી. એ સિવાય એમનું ક્લિવેઝ બતાવવાના કારણે પણ ઘણી બબાલ થઈ હતી. દીપિકા એ પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું કે ” આઈ એમ એ વુમન, આઈ હેવ બ્રેસ્ટ, આઈ હેવ એ ક્લિવેઝ, યુ ગોટ એ પ્રોબ્લમ”

દમ મારો દમ વિવાદ.

અભિનેત્રી દીપિકા પાદુકોને ફિલ્મ દમ મારો દમના ટાઇટલ સોન્ગ દમ મારો દમ પર આઈટમ નંબર કર્યું હતું. ફેન્સને એમનો ડાન્સ ખૂબ જ ગમ્યો હતો પણ સોંગના અનુચિત શબ્દો માટે એમને બેકલેસનો સામનો કરવો પડ્યો હતો.

ડિપ્રેશનને લઈને થઈ હતી બબાલ.

નવેમ્બર 2015માં આવેલી ફિલ્મ તમાશાની રિલીઝ દરમિયાન પણ દીપિકા વિવાદોમાં રહી હતી. એ દરમિયાન મીડિયા સાથે વાત કરતા દીપિકાએ જણાવ્યું હતું કે એ પણ ડિપ્રેશનનો શિકાર રહી ચુકી છે. એમને એ દિવસોનો અનુભવ મીડિયા સાથે શેર કર્યો હતો. ત્યારે દીપિકા લાઈમ લાઈટમાં આવી ગઈ હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube