મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ (CM Vijay Rupani) સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આઉટર રીંગ રોડ અન્વયે તાપી નદી પર અબ્રામા-વાલકને જોડતો ફલાય ઓવર બનાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.આ બ્રીજના બાંધકામથી સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) હદ વિસ્તારના પૂર્વ અને ઉત્તર દિશાને જોડતી મહત્વની લિંક પ્રાપ્ત થશે.તેના કારણે મુંબઇ તરફથી નેશનલ હાઇવે એટલે કે પલસાણા તરફથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા વગર શહેરમાં ટ્રાફિકનું ભારણ વધાર્યા વગર વરીયાવ-સાયણ-ગોથાણ વિસ્તાર તરફ જઇ શકશે.એ જ પ્રમાણે આ વિસ્તારના વાહનો મુંબઇ તરફ આઉટર (Outer Ring Road)રીંગરોડના આ બ્રીજનો ઉપયોગ કરીને સીધા જઇ શકશે.”સ્માર્ટ સીટી” તરીકે વિકસી રહેલા સુરતમાં પ્રવેશવા તથા બહાર નીકળવા માટેના મુખ્ય રસ્તાઓ ઉપરનું ટ્રાફિક ભારણ ઓછું કરવા માટે ૬૬.૭૭ કી.મી. લંબાઇનો અને ૯૦ મીટરની પહોળાઇમાં ”આઉટ રીંગરોડ” બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે.

આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર આ વિસ્તારને જોડતા ફલાય ઓવર માટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ મંજૂર કર્યા

આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે

આ બ્રીજના નિર્માણથી સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ તરફ અને ઉત્તર તરફના વિસ્તારને એક મહત્વની કનેકટીવીટી પ્રાપ્ત થશે અને શહેરના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.એટલું જ નહિ, આ રીવર બ્રીજ, આઉટર રીંગરોડ અને તેને સંલગ્ન વિસ્તારના ઝડપી વિકાસમાં મહત્વની કડી પૂરવાર થશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ”સ્માર્ટ સીટી” તરીકે વિકસી રહેલા સુરતમાં પ્રવેશવા તથા બહાર નીકળવા માટેના મુખ્ય રસ્તાઓ ઉપરનું ટ્રાફિક ભારણ ઓછું કરવા માટે કુલ ૬૬.૭૭ કી.મી. લંબાઇનો અને ૯૦ મીટરની પહોળાઇમાં ”આઉટ રીંગરોડ” બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે.

આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર આ વિસ્તારને જોડતા ફલાય ઓવર માટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ મંજૂર કર્યા

આ રીંગરોડ સુરત શહેર સાથે સંલગ્ન સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને જોડતો રોડ છે. જે પૈકી ૩૯ કી.મી. લંબાઇનો રોડ હયાત રોડ છે. બાકી ર૭.૭૭૪ કી.મી. લંબાઇનો રોડ ”ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ” તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાંથી હાલમાં ૧૭.૩ર કી.મી. લંબાઇમાં અને ૪પ મીટર પહોળાઇમાં આઉટર રીંગરોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.આ આઉટર રીંગરોડ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વાલક પાસે તાપી નદીને ક્રોસ કરે છે. ત્યાં તાપી નદી પર વાલક અને અબ્રામાને જોડતો પુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે. આ રીવર બ્રીજ ૧.૬પ કી.મી. લંબાઇનો અને રx૧૧.૦૦ મીટર કેરેજ-વે નો (૩+૩ લેન) કુલ રૂ. ૧૭૯.૩૧ કરોડના ખર્ચે બનશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube