જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. પરંતુ એની સાથે વિવાદોમાં પણ આવી ગઇ છે. ફ્લાઇટ લેફ્ટ. ગુંજન સકસેના પર આધારિત આ બાયોપિક પર ભારતીય વાયુસેનાએ આપત્તિ જતાવી છે. આ પછી આ ફિલ્મને સોશિયલ  મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આએડીબી પર પણ ફિલ્મનું રેટિંગ સતત નીચે આવતું જાય છે.

વાયુસેનાએ ફિલ્મના ઘણા દ્રશ્યો અંગે ફરિયાદ કરી

ભારતીય વાયુસેનાએ ફિલ્મના ઘણા દ્રશ્યો અંગે ફરિયાદ કરી છે. તેમણે સેન્સર બોર્ડને લેખિતમાં શિકાયત કરી છે કે ફિલ્મમાંના થોડા પાત્રો નેગેટેવિ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, એક્સ ફ્લાઇટ લેફ્ટ. ગુંજન સકસેનાને રૂપેરી પડદે એવ સ્થિતિઓ દર્શાવી છે જે ભ્રામક છે અને વિષેષ રૂપથી ભારતીય વાયુસેનાના વર્ક કલ્ચરની મહિલાઓને ધર્મા પ્રોડકશને અનુચિત દાખવી છે.

જાહ્નવી કપૂર

ફિલ્મની રેટિંગ સતત ઘટી રહી છે

આ ફરિયાદ અને વિવાદ પછી આઇએમડીબી પર ફિલ્મની રેટિંગ સતત ઘટી રહી છે. ઘણા યુઝર્સે આ ફિલ્મને એક જ સ્ટાર આપ્યો છે. અત્યાર સુધી આએમડીબીની સાઇટ પર ૪,૬૫૮ યૂઝર્સે રેટિંગ આપ્યા છે અને એને ૧૦માંથી ૪.૬ જ અંક મળ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube