પુરાણકાળથી બિલી પત્ર એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજનમાં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દશશુંળમાં બીલીના મૂળ એક મુખ્ય ઔષધ છે.બિલી નું ફળ કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને નરમ હોય છે, પણ પાછળથી થોડી કઠણ થાય છે.
પાક્યા પછી પીળાશ પડતી જાય છે.તેનો ગર્ભ મીઠો, સહેજ તૂરો જાંબુ ને મળતો આવે છે. બીલી આમ તો ગુણમાં ગ્રાહી, દીપન, વાતનાશક છે. અને મગજ માટે સ્નિગ્ધ તથા આંતરડાને બળ આપનાર છે. બિલી ના સ્વાસ્થ્ય લગતા ફાયદાઓ જાણીએ. દવામાં એનાં મૂળ, મૂળની છાલ, પાન અને ફળોનો ગર્ભ વપરાય છે. એનો મુરબ્બો પણ બનાવવામાં છે.
શિયાળામાં એનાં ફળ લાવીને, સૂકવી અંદરનો ગર્ભ દવા માટે બંધ વાસણમાં સંભાળીને રખાય છે. એનાં પાન કટુ પૌષ્ટિક તથા સોજા ને હરનાર છે.જ્યાં ઘા થયો હોય તે રુઝાવે છે.તથા નિદ્રા લાવનાર છે. બીલીનાં ફળને બીલા કહેવામાં આવે છે. તે યકૃત તથા જઠરની બળતરા માં વપરાય છે. તેના ગર્ભમાં ગ્રાહી ગુણ રહેલો છે.
આંતરડાંમાં છિદ્ર પડી ગયું હોય અને પરુ નીકળતું હોય તો મટાડવા પણ બીલી ઉત્તમ કામ કરે છે. કૉલેરાના રોગચાળા સમયે બીલાં અને સૂંઠનો ઉકાળો પીવડાવવાની ઝાડા- ઊલટી બંધ થાય છે. કેટલીકવાર તેમાં કાયફળ નાખવાથી તાત્કાલિક ઝાડા બંધ થાય છે. બીલી પિત્તનું શમન કરે છે.
દાંતમાંથી નીકળતું લોહી બંધ કરે છે. રક્તપિત્તમાં પણ તે ઉપયોગી છે.ગ્રાહી ગુણને કારણે બીલીનો ગર્ભ ઝાડાનું અકસીર ઔષધ છે. વારંવાર પાતળા ઝાડા થતા હોય અને મટતા ન હોય તો બીલીના ગર્ભને સ્વચ્છ પથ્થર ઉપર ઘસીને, ચણાની દાણા જેટલો ઘસારો એક ગ્લાસ છાશમાં મેળવી, છાશ ધીમે ધીમે પી જવી.
સૂકવેલા કાચા બીલા, જાયફળ, મરડાશીંગ પાણીમાં ઘસી ખાવાથી ગર્ભિણી સ્ત્રીઓ ના અતિસાર મટે છે. તેના પાનનો રસ જીર્ણ તાવ, દમ, પિત્તજવર જેવા વ્યાધિ વખતે તથા કમળામાં તાવ ચડી આવ્યો હોય ત્યારે આપવાથી ઘણી રાહત થાય છે. બીલી ના મૂળનો કાઢો દૂધ સાથે પીવાથી જીર્ણજ્વર મટે છે. એનું મૂળ છાતી ના થડકાટ ને ફાયદો કરે છે.
પૌષ્ટિક દવાઓમાં તે વપરાય છે. એની છાલનો કાઢો મધ સાથે આપવાથી ત્રણે દોષ થી ઉત્પન્ન થયેલી ઉલટી મટે છે.બીલીનો ગર્ભ ધાવડીના ફૂલ, દાડમની છાલ, લોધર તથા કાકડ સિંગ એ સરખે વજને લઈ તેનો ઉકાળો બનાવી શકાય. આ ઉકાળાના સેવનથી અર્શ તથા મરડાની તકલીફ મટે છે.
બીલીનો ગર્ભ ૧૦ ગ્રામ, મોથ, વાળો, સૂંઠ, મોચરસ તથા ઇન્દ્રજવ દરેક પાંચ-પાંચ ગ્રામ લઈ તે બધાનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ નો ઉપયોગ રક્તાતિસાર અને મરડો તથા ઘણા હઠીલા દર્દને મટાડવા માટે કરવામાં આવે છે.બીલીના પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવા. પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એકથી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે.
બીલી સાથે બીજા કેટલાક ઔષધો પ્રયોજીને બિલ્વાદિ ચૂર્ણ, બિલ્વાદી ઘૃત, બીલીનો મુરબ્બો, બિલ્વાદી તેલ વગેરે ઉપયોગી ઔષધો બનાવાય છે. જે બજારમાં તૈયાર મળી રહે છે.બિલા નું શરબત બનાવવા તાજા પાકેલા અને પીળા થયેલા ફળ ને ઉતારી ને તેનો પલ્પ કાઢી લ્યો.ત્યારબાદ આવશ્યકતા અનુસાર તેમાં પાણી નાખવું. ૧-૨ કલાક સુધી તેના પલ્પ ને પાણી માં જ પલાળી રાખવું અને સાથે સાથે તેમાં સ્વાદાનુસાર ખડી સાકર પણ ઉમેરી દો.
૧-૨ કલાક પલળ્યા પછી પલ્પ એકદમ પોચો થઇ જાય છે ત્યાર બાદ તેને હાથેથી મસળીને એકરસ બનાવી લો અને તેના રેસા અને બીજ ને કાઢી લો.રેસા અને બીજ કાઢ્યા પછી જો ઈચ્છો તો મિક્ષ્ચર માં પણ પીસી શકો છો. પિસ્યા અને મસળ્યા પછી તેને ગરણી ની મદદ થી ગાળી લો. ગાળી લીધા પછી તેમાં અડધું લીંબુ અને ચાટ મસાલો નાખીને સર્વ કરો તૈયાર છે.“બીલીનું શરબત”.
તાજા બીલીના ફળ ને આખી રાત પાણીમાં પલાળીને રાખી ને સવારે તેને મેશ કરીને ખાવાથી લીવર સ્વસ્થ રહે છે. લીવર ને લગતી લગભગ બધી સમસ્યાઔ માં બીલી નું ફળ ઉત્તમ છે.અડધી ચમચી બીલીના પાંદડા ના ચૂર્ણ ને પાણી સાથે મિલાવીને સેવન કરવાથી કીડની ની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે.જો ઉનાળામાં લૂથી બચવા માટે બીલીના શરબત ખુબ જ કામ આવે છે.તેના સેવન થી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
બે ચમચી બીલીના ફળ ના પલ્પ ને અડધા ગ્લાસ પાણીમાં મિલાવીને હાથેથી મેશ કરીને તેનો જ્યુસ બનાવી લો.આં જ્યુસ ને દિવસમાં એક વાર પીવાથી લૂમાં ખુબ જ ફાયદો થાય છે. બીલીના ફળમાં એન્ટી ફંગલ, એન્ટી બેકટેરીયલ, ગુણો હોય છે. સાથે સાથે તેમાં બીટા કેરોટીન નામનું તત્વ પણ મળી રહે છે. જે લીવરને કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવે છે.બીલીના ફળ માં એવા અનેક તત્વો રહેલા છે, જે લોહીને શુધ્ધ કરે છે. લોહીમાં કોઈપણ પ્રકાર નો વિકાર થયો હોય તો તે પણ તેનું જ્યુસ પીવાથી મટી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.