રોકાણની શરૂઆત કરવા માટે મોટી રકમ હોવી જરૂરી નથી. તમે 100 રૂપિયાથી પણ શરૂઆત કરી પોતાની જરૂરિયાત માટે મોટી રકમ જમા કરી શકે છે. સરકાર તરફથી દેશભરના નાના રોકાણકારોને તેમની ભવિષ્યની જરૂરિયાત માટે ઘણી એવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સરળતાથી રોકાણ કરી ગેરન્ટીથી રિટર્ન પ્રાપ્ત કરી શકાય છે. અમે તમને એવીની પ્રમુખ રોકાણ વિકલ્પો વિશે જણાવવા જઈ રહ્યા છે.
દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના
સરકાર શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના એક શ્રેષ્ઠ રોકાણ યોજના છે. તેને 10 વર્ષની ઓછી ઉંમરની દીકરીઓના નામે ખોલવામાં આવી શકે છે. ચાલુ નાણકિય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તેમાં તમે માત્ર 250 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. તો ડાકરની રેકરિંગ ડિપોઝિટ એટલે RD માં તમે 100 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો.
પોસ્ટઓફિસમાં નાની બચત યોજનાઓ
યોજના | વ્યાજ |
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PF) | 7.10% |
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) | 7.60 |
કિસાન વિકાસ પત્ર (KVP) | 6.9% |
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) | 6.8% |
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS) | 6.6% |
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ | 4% |
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ (5 વર્ષ) | 6.7% |
પાંચ વર્ષીય પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ | પાંચ વર્ષીય પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ |
પાંચ વર્ષીય પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ | 7.4% |
PPF રોકાણ પર 1.5 લાખની ટેક્સ છૂટ
Investment
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) રોકાણ કરવા માટે સૌથી સારી યોજના છે. આ એક 15 વર્ષની યોજના છે. જ્યાં તમે પોતાના બાળકની શિક્ષા માટે એક મોટા કોષનું નિર્માણ કરી શકો છો. 7.10 ટકાના હાજર વ્યાજદર તેના પર મળી રહ્યુ છે. રોકાણકારો દ્વારા અર્જિત વ્યાજ પૂર્ણ રીતથી ટેક્સ ફ્રી છે. તે સિવાય ઈનકમ અધિનિયમની ધારા 80C હેઠળ તમને ટેક્સમાં 1.5 લાખ રૂપિયાની છૂટ મળે છે. કુલ મળીને આ એક આકર્ષક રોકાણ યોજના છે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના
Income text
પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિકોને પણ સ્પેશલ સુવિધા આપે છે. આ યોજના હેઠળ 7.4 ટકા વ્યાજદર મળે છે. આ યોજના 60 અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાંચ વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. તેમાં તમે મિનિમમ 1 હજાર રૂપિયા જમા કરી શકો છો અને મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. સીનિયર સિટીજન સેવિંગ્સ સ્કીમ હેઠળ રોકાણ પર ટેક્સની છૂટ મળે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.