Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Other

માત્ર 10 સેકન્ડમાં જમીનદોસ્ત થયું 144 માળનું આ બિલ્ડિંગ, જુઓ VIDEO

યુએઈના અબુ ધાબીમાં 144 માળના ટાવરને માત્ર 10 સેકન્ડમાં જમીનદોસ્ત કરવામાં આવ્યું. હવે આ બિલ્ડિંગના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. કારણકે, આ પહેલા આટલું ઊંચું બિલ્ડિંગ આટલા ઓછા સમયમાં ક્યારેય જમીનદોસ્ત થયું નથી. આ ઘટનાનો વિડીયો જોઈને પણ લોકો ચોંકી ગયા છે.

આ વિડીયોને ‘Guinness World Records’ના ફેસબુક પેજ પર તારીખ 8 ડિસેમ્બરના દિવસે શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં અઢળક લાઈક અને કોમેન્ટ્સ મળી ચૂકી છે.

165 મીટર ઊંચા આ ટાવરને નિયંત્રિત ડાયનામાઈટ લગાવીને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું, જે મીના પ્લાઝાનો એક ભાગ હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટે 915 કિલોગ્રામ વિસ્ફોટકને 3000 કરતા વધારે ડિટોનેટર દ્વારા એક્ટિવ કરવામાં આવ્યો અને ત્યારબાદ ગણતરીની પળોમાં આ બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. હવે આ વિડીયો પર યૂઝર્સની વિવિધ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આ પ્રકારની સલાહ આપવાવાળા લોકોથી રહો દૂર, બરબાદ કરી શકે છે તમારી ખુશહાલ જિંદગીને

Nikitmaniya

ફોન બેંકિંગનો ઉપયોગ કરો છો તો થઇ જજો સાવધાન! દેશમાં વધી રહ્યા છે સાઇબર ફ્રોડના મામલા

Nikitmaniya

IAS ની મુલાકાતમાં પૂછેલા આવા પ્રશ્નો, શું તમે જવાબ આપી શકશો?

Nikitmaniya