Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ બિઝનેશ, થશે મોટી કમાણી

કોરોનાના સમયમાં લગભગ લોકોને પૈસાને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ એવામાં આપણી સામે અનેક વિકલ્પ છે જેમાં ઓછા રૂપિયા ઈન્વેસ્ટ કરી સારી એવી કમાણી કરી શકાય છે. જી હાં આજે ફરી અમે તમને એક એવા બિઝનેશ આઈડિયા આપી રહ્યા છીએ જેમાં તમે મોટી કમાણી કરી શકો છે. આજકાલ થેરાપી અને ડિઝાઈનર મીણબત્તીઓનો ટ્રેંડ દિવસેને દિવસે વધતો જાય છે. એવામાં તમે કેંડલ મેકિંગ બિઝનેસ શરૂ કરી શકો છો. આ એક એવો બિઝનેસ છે જેમાં તમે તમારા બજેટ અનુસાર ઓછું કે વધુ રકમ ઈન્વેસ્ટ કરી ઘરેથી શરૂ કરી અને કમાણી કરી શકો છે.

ડિઝાઈનર મીણબત્તી

કેંડલ (મીણબત્તી)ની માંગ બજારમાં સતત વધતી રહી છે. એટલા માટે નાની શરૂઆક બાદ તેને મોટા બ્રાંડ સુધી લઈ જવાનો ચાન્સ બને છે. કેંડલ્સ અનેક પ્રકારની હોય છે. અને તેને બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. જેથી દરરોજ ઉપયોગમાં લેવાઈ છે કેગ્યુલર સફેદ મીણબત્તી. વિશેષ અવસરો માટે ડિઝાઈનર મીણબત્તી. એટલે બિઝનેસ શરૂ કરતા પહેલા એ પણ ફિક્સ કરો કે કઈ પ્રકારની મીણબત્તી બનાવવાનો બિઝનેસ કરવા માંગો છો.

અરોમાથંરાપીમાં ઉપયોગમાં લેવાતી મીણબત્તી
હાલના સમયમાં અનેક થેરાપી થાય છે. જેમાંની એક છે અરોમાથેરાપી. અરોમાથેરાપી માટે સુગંધવાળી મીણબત્તીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ મીણબત્તી બનાવીને પણ કમાણી કરી શકાય છે.

ઘરેથી શરૂ કરો મીણબત્તી બનાવવાનો ઉદ્યોગ

મીણબત્તીના બિઝનેસ માટે જરૂરી રો મટીરિયલ અને ઈક્વિપમેંટ્સની વ્યવસ્થા પણ જરૂરી છે. બજારમાં કઈ મીણબત્તીની વધુ માંગ છે તે પ્રમાણે તમારો પ્રોડક્ટ ફિક્સ કરો. આગળની યોજના છે મૂડી બનાવવી. આમ તો ઓછામાં ઓછા 10 હજાર રૂપિયામાં આ બિઝનેશ શરૂ કરી શકાય છે.

બેંક લોન, સરકારી યોજનાઓનો ઉઠાવો ફાયદો

પ્રોડક્ટના ઉત્પાદનના પ્રકાર પ્રમાણે તમે મૂડીની વ્યવસ્થા ન કરી શકો તો નાના ઉદ્યોગો માટે બેંકમાં ઉપલબ્ધ લોન કે સરકારી યોજનાઓની મદદ લઈ શકો છો.

ઉદ્યોગ માટે સ્થાન નિશ્ચિત કરવું

મીણબત્તી બનાવવી, પેકિંગ કરવી, અને તૈયાર સામાનને રાખવા માટે તમારે એક નિશ્ચિત સ્થાનની પસંદગી કરવી જરૂરી છે. એના માટે જો તમારા ઘરેથી જ તમે બિઝનેશ શરૂ કરવા માગતા હોય તો તેના માટે એક અલગ રૂમ હોવો જરૂરી છે. અથવા તો બિઝનેશ માટે એક અલગ રૂમ પણ લઈ શકો છો.

બ્રાંડનું નામ આકર્ષક રાખો

તમારા પ્રોડક્ટના બ્રાંડના નામથી જ માર્કેટમાં તમારી ઓળખાણ થાય છે. એટલા માટે તમારા બિઝનેસને બ્રાંડ માટે આકર્ષક નામ આપો.

પેકિંગનું સ ધ્યાન રાખો

પ્રોડક્ટ બનાવ્યા બાદ તેને સારું માર્કેટ અપાવવા માટે પેકેજિંગનું ખાસ ધ્યાન રાખો. જો તમે ડેકોરેશન કે સુગંધીત મીણબત્તી બનાવી રહ્યા છો તો તેના પેકિંગ મજબૂતની સાથે સાથે આકર્ષક પણ હોવું જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Bank Loan:- હવે લોન માટે નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, આ બેન્ક આપી રહી છે માત્ર 48 કલાકમાં જ લોન

Nikitmaniya

એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવશે માલામાલ, મળી શકે છે પૂરા 9 કરોડ 99 લાખ!

Nikitmaniya

મુકેશ અંબાણી દુનિયાનાં ટૉપ-10 અમીરોનાં લિસ્ટમાંથી થયા બહાર, જાણો કેટલી છે તેમની સંપત્તિ

Nikitmaniya