Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Other

OMG! વધુ એક અભિનેત્રીએ ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક લાઇવમાં કહ્યું…

ગત કેટલાક મહિનામાં ઘણા કલાકારોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ક્રમમાં હવે ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકની આત્મહત્યા કરવાની ખબર સામે આવી છે. અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મુંબઇના દહિસર સ્થિત ઘરમાં તે ગળે ફાંસો ખાધો હતો. 40 વર્ષીય અભિનેત્રી દ્રારા આત્મહત્યા કરવાની ખબર ચોંકાવનારી છે. તે તેની મોતના એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર લાઇવ આવી અને ફેન્સ સાથે વાત કરી હતી.

તેના ફેસબુક લાઇવમાં અનુપમાએ લોકોની સામે તેના દિલની વાત કહી હતી. તેણે તેના ફેસબુક લાઇવમાં કહ્યું કે કોઇની પર પણ વિશ્વાસ કરવો જોઇએ નહીં. સાથે જે તેણે તેના વીડિયોમાં આ વાત પણ કહી કે કેવી રીતે તેની સાથે દગો કરવામાં આવ્યો. મળતી માહિતી માહિતી મુજબ અનુપમાના ફ્લેટથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમા તેણે આત્મહત્યા કરવાના બે કારણ જણાવ્યા છે. તેણે આ સુસાઇડ નોટમાં લખ્યું, મેં એક મિત્રની રિક્વેસ્ટ પર મલાડની વિસડમ પ્રોડ્યુસર કંપનીમાં 10 હજાર રૂપિયા રોકાણ કર્યા હતા. કંપનીએ મારા પૈસા ડિસેમ્બર 2019માં પરત કરવાના હતા. જોકે, કંપની મારા પૈસા પરત આપવામાં આનાકાની કરી રહી છે. તેણે તેની સુસાઇડ નોટમાં મનીષ ઝા નામના એક વ્યક્તિનો ઉલ્લેખ પણ કર્યો છે.

અનુપમાએ તેની સુસાઇડ નોટમાં કહ્યું કે કેવી રીતે મનીષ ઝાએ લોકડાઉનમાં તેની પાસેથી તેનું ટૂ વ્હીલર લઇ લીધુ હતુ અને પરત કરવાથી ઇન્કાર કરી દીધો હતો॥ અનુપમાથી છેલ્લી ફેસબુક પોસ્ટમાં તેણે રાત 12 વાગ્યે બાય-બાય અને ગુડનાઇટ લખ્યું છે.

તેણે ફેસબુક પોસ્ટમાં અનુપમાને કહ્યું કે તે સામાન્ય રીતે ફેસબુક પર લાઇવ આવતી નથી પરંતુ આજે તે કેટલીક વાતો શેર કરવામ આવી છે. તેણે કહ્યું કે જ્યારે કોઇની મોત થઇ જાય છે તો લોકો ખૂબ વાતો કરે છે. જો તે કઇ કહેતા તો તેનો ઉકેલ લાવવામાં આવતો. પરંતુ આ બધી કહેવાની વાત છે. કોઇ કઇ સમસ્યા દૂર કરતા નથી અનુપમાએ કહ્યું કે તમે પોતે ક્યારેક અજમાવીને જુઓ. આ રીતનું પગલું વ્યક્તિ ત્યારે ભરે છે જ્યારે તે થાકી જાય છે અને તેનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

અનુપમાએ તેની પોસ્ટમાં કહ્યું કે મેં આ વસ્તુઓને ખૂબ નજીકથી અનુભવી છે. જો તમે કોઇને જઇને આ વાત કહેશો કે હું આવું પગલું ભરવા જઇ રહી છું અને અમે તમને આ વતા જણાવી રહ્યા છીએ જેથી મારા ગયા પછી તમે દુનિયાને આ વાત જણાવી શકો. જો તમે આવું કહો છો તો જુઓ તે લોકો શું કહે છે. તેમનું રિએક્શન શું હોય છે કે તમે આ અમને કેમ કહી રહો છો. તમે અમને મુશ્કેલીમાં કેમ નાખવા માંગો છો. અનુપમાએ ફેસબુક પર ઘણી વાતો લાઇવમાં કહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

હવે ધામધૂમ પૂર્વક લગ્ન કરવા માંગતા લોકો માટે ખુશીના સમાચાર, ગમે એટલા મહેમાનની મળશે છૂટ, પણ કરવું પડશે આ કામ

Nikitmaniya

કળિયુગનો આ કરચલો પણ પીવા લાગ્યો સિગારેટ, વીડિયો જોઈ લોકોએ કહ્યું-2020માં કંઈ પણ શક્ય છે

Nikitmaniya

ફોન બેંકિંગનો ઉપયોગ કરો છો તો થઇ જજો સાવધાન! દેશમાં વધી રહ્યા છે સાઇબર ફ્રોડના મામલા

Nikitmaniya