Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

OMG! રિયા-અંકિતા તો ઠીક, પણ સુુશાતંની બહેનોને લઇને સામે આવી આ ચોંકાવનારી વાત, જેમાં ડ્રગ્સ પાર્ટીઓ…

છેલ્લા અનેક દિવસો અને અનેક કલાકોથી સીબીઆઈ દ્વારા ચાલી રહેલી સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક આવ્યો છે. સીબીઆઈ સુશાંત કેસની તપાસ કરી રહી છે અને તે એ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે જે છેલ્લા સમયમાં સુશાંતની સાથે હતા.

સીબીઆઈ આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી રહી છે. તપાસ આગળ વધતાં અગત્યની જાણકારી બહાર આવી રહી છે. આ સિવાય હાલમાં સુશાંતના મોત અને ડ્રગ્સ પાર્ટીઓને લઈને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

શ્રુતિ મોદીના વકીલે કહી આ મોટી વાત

સુશાંત સિંહની એક્સ મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ દાવો કર્યો છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેણે કહ્યું કે, સુશાંત અને રિયા જ નહીં પરંતુ તેના (સુશાંતના) પરિવારને પણ ખબર હતી કે એક્ટર ડ્રગ્સ લે છે. સુશાંતના ડ્રગ્સ લેવાનું કારણ એ છે કે સુશાંત બેવાર તેની બહેનો પાસે ગયો હતો અને તેની સાથે તેનો ડ્રાઇવર જતો હતો અને એ ડ્રાઇવર જ તેને ડ્રગ્સ મંગાવીને આપતો હતો.

તેણે વધુમાં કહ્યું છે કે તેના પરિવારને સુશાંત ડ્ગ્સ લે છે તે અંગે જાણકારી હતી. ડ્રાઇવર સુહેલ સાગર ડ્રગ્સ લાવીને આપતો હતો અને તેનો કૂક અશોક તે ડ્રાઇવર સાથે કો-ઓર્ડિનેટ કરતો હતો. વકીલે સુશાંતને કંપની આપનારાઓના નામ પણ જણાવ્યા. તેણે જણાવ્યું કે સુશાંતને ડ્રગ્સ લેતી સમયે ખાસ કરીને બે લોકો કંપની આપતા હતા, જેમાં તેનો મિત્ર આયુષ શર્મા અને એક ફીમેલ ફ્રેન્ડ આનંદીનો સમાવેશ થતો હતો.

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ સુશાંતના ઘરે પાર્ટી થતી હતી, ત્યારે ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. શ્રુતિ મોદીના વકીલે કહ્યું કે, સુશાંતની બહેનોને આ વિશે સંપૂર્ણ જાણકારી હતી. વકીલનો દાવો છે કે સુશાંત મુંબઇની બહાર જતો હતો ત્યારે પણ ડ્રગ્સ સાથે જ લઈ જતો હતો.

રિયા ચક્રવર્તી પર લાગેલા આરોપો અંગે તેણે કહ્યું કે સુશાંત રિયા સાથે રિલેશનમાં આવ્યો તે પહેલાંથી જ ડ્રગ્સ લેતો હતો. જેથી એ કહેવું તદ્દન ખોટું છે કે, રિયા તેને ફોર્સ કરીને ડ્રગ્સ આપતી હતી

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આજે છે બોલીવુડ જગતનું દિગ્ગજ નામ, પણ એક સમયે પૈસાની તંગીને કારણે કરતી હતી પેટ્રોલ પંપ પર કામ

Nikitmaniya

૨૦ વર્ષ પછી આટલી બદલાઈ ગઈ છે મોહબ્બતેની એક્ટ્રેસ પ્રીતિ, હવે બની ચુકી છે બે બાળકોની માં

Nikitmaniya

ખરાબ સીન ને કારણે આ ફિલ્મો પર પ્રતિબંધ મૂકાયો હતો, આજ સુધી રિલીઝ થઇ નથી ભારતમાં

Nikitmaniya