ઈન્ડિયન ટીમ અત્યારસુધી T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી
વિરાટ સેના માટે કરો અથવા મરો:ન્યૂઝીલેન્ડની હારથી ગ્રુપ-2 એક્ટિવ, સેમિફાઇનલમાં પહોંચવા ઈન્ડિયન ટીમે NZ સહિત દરેક ટીમને હરાવવી જ પડશે
એક કલાક પહેલા
ઈન્ડિયન ટીમ અત્યારસુધી T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા લગભગ નક્કી કરી લીધી છે. તેણે ગ્રુપ-2ની શરૂઆતથી જ ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી 2 દિગ્ગજ ટીમને હરાવી દીધી છે. જોકે મંગળવારે પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવી ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ સરળ કરી દીધો છે. હવે ભારતને 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડને હરાવવું જ પડશે. આ મેચ નોકઆઉટ સમાન રહેશે, જેમાં વિરાટ સેના જીત મેળવી સેમિફાઇનલમાં લગભગ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. તેવામાં જો ન્યૂઝીલેન્ડ સામે ભારત મેચ હારશે તો તે લગભગ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે… ચલો અમે તમને જણાવીએ કે આવું કેમ થશે?
પહેલા આપણે જે નિર્ણયો તમને જણાવી રહ્યા છીએ તેમાં આપણે એવું માનીને ચાલીએ છીએ કે ગ્રુપ-2ની સૌથી વધુ અનુભવી ટીમ એટલે ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ નવી ટીમો તથા તેમના કરતા ઓછો અનુભવ ધરાવે છે તેવી ટીમને હારાવી જ દેશે. (અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ,નામીબિયા)
1 – વિરાટ સેના માટે કરો અથવા મરો:ન્યૂઝીલેન્ડની હારથી ગ્રુપ-2 એક્ટિવ, સેમિફાઇનલમાં પહોંચવા ઈન્ડિયન ટીમે NZ સહિત દરેક ટીમને હરાવવી જ પડશે
એક કલાક પહેલા
ઈન્ડિયન ટીમ અત્યારસુધી T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા લગભગ નક્કી કરી લીધી છે. તેણે ગ્રુપ-2ની શરૂઆતથી જ ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી 2 દિગ્ગજ ટીમને હરાવી દીધી છે. જોકે મંગળવારે પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવી ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ સરળ કરી દીધો છે. હવે ભારતને 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડને હરાવવું જ પડશે. આ મેચ નોકઆઉટ સમાન રહેશે, જેમાં વિરાટ સેના જીત મેળવી સેમિફાઇનલમાં લગભગ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. તેવામાં જો ન્યૂઝીલેન્ડ સામે ભારત મેચ હારશે તો તે લગભગ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે… ચલો અમે તમને જણાવીએ કે આવું કેમ થશે?
પહેલા આપણે જે નિર્ણયો તમને જણાવી રહ્યા છીએ તેમાં આપણે એવું માનીને ચાલીએ છીએ કે ગ્રુપ-2ની સૌથી વધુ અનુભવી ટીમ એટલે ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ નવી ટીમો તથા તેમના કરતા ઓછો અનુભવ ધરાવે છે તેવી ટીમને હારાવી જ દેશે. (અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ,નામીબિયા)
1. પોઈન્ટ ટેબલમાં ટોપ-2ની રેસ
ઉપર જણાવ્યા મુજબ ટીમ ઈન્ડિયા જો ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો પાકિસ્તાની ટીમના 10 પોઈન્ટ થઈ જશે અને તે પહેલા ક્રમાંક પર રહેશે.
વળી ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા ક્રમાંક પર રહેશે.
ન્યૂઝીલેન્ડ જો ભારત અને પાકિસ્તાન સામે હારી જશે તો તે 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેશે.
તેવામાં જો આ પ્રમાણેનું ગણિત સાચુ પડ્યું તો પાકિસ્તાન અને ભારત બંને ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ જશે.
ભારત બીજા ક્રમાંક પર હોવાથી તેની મેચ ગ્રુપ-1ની પહેલી ટીમ સામે થશે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અથવા ઈંગ્લેન્ડ ટોપ-1 પર હશે, જે બંને ટીમને ભારત વોર્મઅપ મેચમાં સરળતાથી હરાવીને આવ્યું છે.
2. ભારતને ફટકો પણ પડી શકે છે
જો ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવી દેશે તો પાકિસ્તાનની ટીમના 10 પોઈન્ટ થઈ જશે પરંતુ આ સ્થિતિમાં કિવી ટીમ 8 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં બીજા નંબર પર રહેશે.
તેવામાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી જશે અને ભારતીય ટીમ વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકાઈ જશે.
3. વિરાટ સેનાનું આગામી શેડ્યૂલ
પાકિસ્તાન સામે 10 વિકેટથી કારમી હાર બાદ ભારત હવે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ટીમ અત્યારસુધી T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી.
3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાશે.
5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામીબિયા સામે મેચ રમી ભારતની ગ્રુપ સ્ટેજની તમામ મેચ પૂર્ણ થઈ જશે.
આ દરેક મેચમાં વિરાટ સેના જો જીતશે તો જ સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ કરી શકશે.
અફઘાનિસ્તાની ટીમ અપસેટ સર્જવામાં ઉસ્તાદ
અફઘાનિસ્તામી ટીમ ગ્રુપ-2ની એક એવી ટીમ છે, જે અપસેટ સર્જવામાં ઉસ્તાદ છે. તેણે સ્કોટલેન્ડ સામે 130 રનની જીત સાથે પોતાની દાવેદારી પણ મજબૂત કરી દીધી છે. તેવામાં એશિયન ટીમ સામે ન્યૂઝીલેન્ડ કેવી રીતે પ્રદર્શન દાખવશે એ પણ જોવા જેવું રહેશે. એટલું જ નહીં જો અફઘાનિસ્તાની ટીમ પાકિસ્તાન અને ભારતની ગેમ પણ બગાડી શકે છે. અત્યારે આ ટીમ +6.500 નેટ રનરેટ સાથે બીજા ક્રમાંક પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથા અને ભારત પાંચમા ક્રમાંક પર છે.
બીજા નંબર પર જો વિરાટ સેના રહી તો ટોપર સાથે ટક્કર
ભારત જો આગામી દરેક મેચ જીતી ગ્રુપ-2માં બીજા ક્રમાંક પર રહી તો તે ગ્રુપ-1ની ટોપ ટીમ સામે મેચ રમશે.
આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સૌથી મજબૂત ટીમ છે. તેવામાં આપણે વોર્મઅપ મેચમાં બંને ટીમને હરાવીને આત્મવિશ્વાસ મેળવી લીધો છે.
ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે દરેક મેચ જીતવી જરૂરી રહેશે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.