નવી બાઈક ખરીદવાનું વિચારતા હોય તો થોડાં દિવસ રાહ જુઓ, ઘટી શકે છે, કિંમત, નાણાંમંત્રીએ આપ્યા સંકેત

નવી દિલ્હી, તા. 26 ઓગસ્ટ 2020, બુધવાર

જો તમે આગામી સમયમાં નવુ ટુ વ્હિલર ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો થોડાં દિવસ રાહ જુઓ કારણ કે ટુ વ્હિલરની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. આ અંગે નાણાંમંત્રી નિર્મલા સિતારણે સંકેત આપ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણનું કહેવું છે કે, ટુ વ્હિલર વાહન ના તો લક્ઝરી વસ્તુની કેટેગરીમાં આવે છે અને ના તો કોઈ અહિતકર વસ્તુની કક્ષામાં આવે છે તેથી તેના પર જીએસટીના દરમાં સંસોધન થઈ શકે છે.

ભારતીય ઉદ્યોગ કન્ફેડરેશન(CII) સાથે થયેલી બેઠકમાં સીતારણે કહ્યું કે, ટુ વ્હિલર વાહન પર જીએસટીના દરમાં સંશોધન મામલે જીએસટી પરિષદની બેઠકમાં ધ્યાન આપવામાં આવશે. CII દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

નાણાંમંત્રાલયે પણ આપ્યા સંકેત

નાણાંમંત્રાલયના પ્રવક્તા તરફથી પણ બાદમાં આ સંકેત આપવામાં આવ્યો છે. ટુવ્હીલર વાહન પર હાલ 28% જીએસટી લાગે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ટુ વ્હિલર વાહનો પર જીએસટીના દર ઘટાડવાના સવાલ પર સીતાપમણે આશ્વાસન આપ્યું કે આ ખરા અર્થમાં સારું સુચન છે કારણ કે આ વાહન ના તો લક્ઝરિયસ શ્રેણીમાં આવે છે અને ના તો તે અહિતકર વસ્તુની કક્ષામાં આવે છે. તેથી તેમાં સંશોધન થઈ શકે છે.

જીએસટી પરિષદમાં થશે વિચાર

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મુદ્દો જીએસટી પરિષદ સામે રાખવામાં આવશે. ગત વર્ષે દેશની સૌથી મોટી ટુ વ્હિલર કંપનીએ પણ સરકારને ટુ વ્હિલર શ્રેણીમાં જીએસટી દરમાં તબક્કાવાર ઘટાડો લાવવાનો આગ્રહ કર્યો હતો. તેની શરૂઆત 150 સીસીની મોટરસાઈકલને જીએસટીની 18%ના સ્લેબમાં લાવીને કરવામાં આવી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube