બોલીવૂડ ફિલ્મોમાં ગીતોની એક ખાસ જગ્યા છે. ગીત વગરની ફિલ્મો અધૂરી લાગતી હોય છે, તેવામાં બોલીવૂડ ફિલ્મોના ગીતોના સીંગર્સ પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવે છે. તેમની પોપ્યુલારીટી પણ કોઈ સ્ટાર્સથી ઓછી નથી હોતી. એવા ઘણા બધા સિંગર્સ છે જેઓ બોલીવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુક્યા છે.

આજે અમે તમારી સમક્ષ એક એવી ગાયિકા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જેણે નાની ઉંમરમાં ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. આ જાણીતી ગાયિકા છે નેહા કક્કડ. તેણી બોલીવૂડની ઘણી પોપ્યુલર સિંગર છે. તેના લગભગ દરેક ગીતો હિટ થાય છે. તેમાંનું જ એક છે રણવીર સિંહ અને સારા અલી ખાન પર ફિલ્મમાવવામા આવેલું સિમ્બા ફિલ્મનું તે ગીત આંખ મારે. જે ઘણું હીટ રહ્યું છે. પણ અમે તમને જણાવી દઈએ કે નેહા આજે જેવી દેખાય છે તેવી પહેલાં નહોતી લાગતી. તેના ભૂતકાળના લૂકમાં અને આજના ગ્લેમરસ લૂકમાં જમીન-આકાશનો ફરક છે.

તમને જણાવી દઈ કે નેહા બોલીવૂડમાં આવતા પહેલાં ઘણી મેદસ્વી અને શ્યામ વર્ણની હતી. તેવામાં સોશિયલ મિડિયા પર નેહાની જૂની તસ્વીરો આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે. તો ચાલો અમે તમને આ તસ્વીરો દેખાડીએ. આ તસ્વીરોમાં તેણીને ઓળખવી પણ મુશ્કેલ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નેહા કક્ક્ડે એક કન્ટેસ્ટન્ટ તરીકે રિયાલીટી સિંગિંગ શો ઇન્ડિયન આઇડલમાં ભાગ લીધો હતો. ત્યારે તેણી ઘણી નાની હતી. આ શોમાં તેણી વધારે આગળ નહોતી જઈ શકી. નેહા 4 વર્ષની હતી ત્યારથી જ તેણીએ સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું. તેણી હંમેશા પોતાના ભાઈ ટોની કક્કડ અને બહેન સોનુ કક્ક્ડ પાસે મ્યુઝિકની ટ્રેનિંગ લેતી હતી.

તમને એ પણ જણાવી દઈએ કે પોતાના ભાઈ-બહેનની સાથે તેણી જગરાતામાં ભજન પણ ગાતી હતી, જો કે નેહા કક્ક્ડને તેની ખરી ઓળખ તો યૂ-ટ્યૂબથી મળી હતી. નેહાએ 2008માં પોતાનું એક આલ્બમ નેહા દ રોક સ્ટાર યૂ-ટ્યૂબ પર લોન્ચ કર્યું હતું. જેને મીત બ્રધર્સે કમ્પોઝ કર્યું હતું. પણ હવે તેણી ખૂબ લોકપ્રિય બની ગઈ છે. હવે બોલીવૂડમાં પણ તેના ઘણા બધા હીટ ગીતો છે, જે તેણીએ ગાયા છે. તમને એ પણ જણાવી દઈએ કે એક ગીત ગાવા માટે નેહા 10થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તેણી ફિલ્મ કે કોઈ પ્રોજેક્ટમાં ગીતો કંપોઝ કરવા માટે 2થી 3 લાખ રૂપિયા દર મહીને ચાર્જ કરે છે.

છેલ્લા કેટલાક દિવસોથી નેહા કક્ક્ડ ઘણી ચર્ચામા રહી છે. અને તેનું ચર્ચામાં આવવાનું કારણ તેના લગ્ન છે. જો કે આ પહેલાં તેણીનું હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઈ ગયુ હતું અને જેના કારણે તેણી ઘણી દુઃખી થઈ ગઈ હતી અને તેને ખૂબ ઉંડો આઘાત પણ લાગ્યો હતો અને તેણી ડીપ્રેશનમાં જતી રહી હતી. પણ ત્યાર બાદ તેણીએ પોતાની જાતને સંભાળી લીધી હતી. અને હવે તેણી લગ્નબંધનમાં પણ બંધાઈ ગઈ છે. તેની તસ્વીરો તેમજ વિડિયોઝ પણ સોશયિલ મિડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.