Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Recipe

નાયલોન ખમણ – દરેક ગુજરાતીઓના પ્રિય એવા ખમણ હવે બનાવો આ સરળ રીતે…

આજે તમારા માટે નાયલોન ખમણ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો આજે આપણે શીખીશું ગુજરાતીઓનું પ્રસિદ્ધ ફરસાણ નાયલોન ખમણ બનાવતા. આ ખમણ એકદમ સોફ્ટ હોય છે એટલે એને નાયલોન ખમણ કહેવાય છે, અને એને ઘરે બનાવવું ખુબજ સરળ છે. તમે આને બનાવવા થોડી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા નાઈલોન ખમણ એકદમ માર્કેટ જેવા જ બનશે.અને હમણાં રક્ષા બંધન માં જરૂર થી બનાવજો …

સામગ્રી :

 • – 2 કપ બેસન
 • – 300 ml પાણી ( 2.5 ગ્લાસ Approx)
 • – 1 નાની ચમચી મીઠું
 • – 1 નાની ચમચી ખાવાનો સોડા
 • – 1 નાની ચમચી લીંબુના ફૂલ

#વઘાર માટેની સામગ્રી#:

 • – 100 થી 150 ml પાણી
 • – મીઠું સ્વાદ અનુસાર
 • – 5 મોટી ચમચી સાકર ( 3 and 2 )
 • -1/2 મોટી ચમચી રાઈ
 • – 1/4 નાની ચમચી હિંગ
 • – કોથમીર
 • – 2 થી 3 કાપેલા મરચા
 • – 8-10 મીઠો લીમડો(optional )
 • – 3 મોટી ચમચી તેલ

નાયલોન ખમણ બનાવવાની રીત :

1..નાયલોન ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલા વાસણને ગ્રીસ કરી તેને ગરમ કરવા મૂકી દઈશું. હવે બેસનને ચાળી નાખો અને તેને એક કપમાં ભરી દેવું (માર્કેટમાં મળતા મેઝરિંગ કપ અને સ્પૂન જરૂરી છે). ધ્યાન રાખો કે જયારે તમે બેસનનો લોટ કપમાં નાખો છો, તો તેને દબાવીને નાખવો નહિ. તેને ભરીને તેને લેવલ કરવા ચમચી કે હાથ દ્વારા કપની ઉપરના લોટનું બરોબર લેવલ કરી એક તપેલીમાં નાખી દો. રેડી કરો …

2.એક તપેલી માં પાણી ,ખાંડ(3 spoon ) લીંબુના ફૂલ અને મીઠું હાથથી લેવલ કરીને એક નાની ચમચી તેમાં નાખી દેવા.હવે ખમણ માટેનું ખીરું બનાવવા માટે શક્ય હોય તો મોટું વાસણ લેવું, જેથી સોડા સારી રીતે મિક્ષ કરતા ફાવે. કારણ કે સોડા એડ કર્યા પછી તે ડબલ થઇ જાય છે.

3..તેમાં થોડું થોડું લોટ નાખી તેનું ખીરું બનાવી લેવું, થોડું થોડું એડ કરવાથી ખીરું એકદમ સ્મૂથ બને. અને તેને સારી રીતે હલાવતા રહેવું ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરવાનો છે. આ સોદાને પણ એવી જ રીતે લેવલ કરી 1 નાની ચમચી તેમાં એડ કરી નાખવી. ધ્યાન રાખવું કે સોડા હમેશા ફ્રેશ જ ઉપયોગ કરવો. જુનો વાપરવાથી જોઈએ એટલું રીઝલ્ટ નથી મળતું. અને ખાસ ધ્યાન રાખો કે સોડા નાખ્યા પછી ખીરાને એકજ સાઈડ હલાવો અને આ પ્રોસેસ શક્ય તેટલી ઝડપથી કરવી. જયારે સોડા બરોબર એડ થઇ જાય ત્યારબાદ જે વાસણ ગરમ કરવા મુકેલ છે તેમાં ખીરું એડ કરી દેવાનું છે.

4…હવે ખીરું નાખ્યા પછી તેના ઉપર કંઈક ઢાંકીને તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવું. હવે 20 મિનિટ પછી આપણા ખમણ તૈયાર છે. હવે આપણે ગેસ ફૂલ રાખીને આ ઢાંકણું ખોલી લેવું, જો તમે ગેસને ધીમે રાખીને ઢાંકણું ખોલો છો તો અંદરની વરાળનું પાણી ખમણ ઉપર પડશે એટલે ગેસ ફૂલ રાખીને ખોલવું. હવે ખમણ તૈયાર છે એટલે ગેસને બંધ કરી તેને બહાર નીકળી લેશું. ત્યાર બાદ ખમણને ચોરસ ટુકડામાં કાપી નાખવાના છે.

#હવે આપણે તેનો વઘાર તૈયાર કરીશુ. વઘાર તૈયાર કરવાની રીત :#

5 …સૌથી પહેલા એક તપેલી માં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય ત્યારે ગેસને ધીમે કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તૈયાર થઇ જાય ત્યારે તેમાં કાપેલા મરચા નાખી બધાને સારી રીતે હલાવો, અને જયારે મરચા બરોબર તળાઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી નાખો. અને ગેસને ફૂલ કરી નાખવો. હવે એમાં સાકર ઉમેરો, હવે જે પાણી એડ કર્યુ છે તેના મીઠું એડ કરીશું, સાકર ઓગળી જાય ત્યાર બાદ તેને બે મિનિટ સુધી તેને ફૂલ ગેસ ફૂલ કરી ઉકાળી લેવું.

6..હવે આ વઘારનો કલર બદલાઈ જશે. ત્યારબાદ ગેસને બંધ કરીને જે કાપેલા ખમણ છે તેની ઉપર એડ કરી દઈશું. એની ઉપર થોડી સમારેલી કોથમીર એડ કરશું. 5 મિનિટ રહેવા દઈને તેને ઉપયોગમાં લેશુ. હવે આપણા ખમણ તૈયાર છે. આ સ્વાદિષ્ટ ખમણ ચણાના લોટની ચટણી સાથે પણ ખાવામાં આવે છે. જેને કઢી પણ કહેવાય છે. તમે આને બનાવવામાં જે પ્રકિયા બતાવવામાં આવે છે તે રીતે કરશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે. આને બનાવવા હમેશા બેસનનો ઉપયોગ કરવો અને એના વઘાર પ્રોપર ધ્યાન રાખશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જાણો આ મંદિર વિશે, જ્યાં માતાને પરસેવો આવતા જ ભક્તોની અનેક મનોકામનાઓ થઇ જાય છે પૂરી, નથી કરવી પડતી કોઇ વિધિ પણ

Nikitmaniya

મહારાષ્ટ્ર ની કોથંબીર વડી – ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય એવી મહારાષ્ટ્ર ની ખૂબ જ પ્રખ્યાત એવી કોથંમ્બીર વડી

Nikitmaniya

ચોકલેટ – બહાર જેવી જ ચોકલેટ હવે ઘરે પણ બનાવી શકશો, શીખો વિગતે…

Nikitmaniya