નવો ઈતિહાસઃ એલન મસ્કની સંપત્તિ 300 અબજ ડોલરને પાર, પાકિસ્તાનની આખી ઈકોનોમી કરતા વધારે
નવી દિલ્હી,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર
ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્ક રોજે રોજ નવો ઈતિહાસ સર્જી રહ્યા છે.
એલન મસ્કની સંપત્તિ 300 અબજ ડોલરને પાર થઈ ગઈ છે અને હવે તેઓ દુનિયાના ઈતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિનો અંદાજ એ વાતથી લગાવી શકાય તેમ છે કે, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને પોર્ટુગલ જેવા દેશોની ઈકોનોમી પણ એલન મસ્કની સંપત્તિ કરતા ઓછી છે.
ઉપલબ્ધ ડેટા પ્રમાણે એલન મસ્કની સંપત્તિ 302 અબજ ડોલર છે અને છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 10 અબજ ડોલર એટલે કે 75000 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 2021ના વર્ષમાં તેમની સંપત્તિમાં કુલ 132 અબજ ડોલરનો ઉમેરો થયો છે. આ લિસ્ટામાં બીજા ક્રમે એમેઝોન સ્થાપક જેફ બેઝોસ છે. જોકે બંને વચ્ચેની સંપત્તિમાં 103 અબજ ડોલરનુ અંતર છે.
દુનિયાના ધનિકોના લિસ્ટમાં ભારતના મુકેશ અંબાણી 11મા ક્રમે છે. તેમની સંપત્તિ 98.4 અબજ ડોલર છે. આમ મુકેશ અંબાણી કરતા મસ્કની સંપત્તિ 3 ગણા કરતા પણ વધારે છે. બીજી તરફ ગૌતમ અદાણી આ લિસ્ટમાં 14મા સ્થાને છે. તેમની સંપત્તિ 74.5 અબજ ડોલર છે.
મસ્કની સંપત્તિમાં થયેલા વધારા પાછળનુ કારણ તેમની કાર કંપની ટેસ્લાના શેરમાં આવેલી તેજી છે. ટેલ્સાના શેરના મુલ્યમાં 13 ટકાનો વધારો થઈ ચુકયો છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.