Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

નવી મુસીબતમાં અનિલ અંબાણી, SBI સહિત ઘણી બેંકોએ Rcomનાં બેંક ખાતાને ગણાવ્યા ફ્રોડ

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી પર હવે એક નવી મુસીબત આવી ગઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (UBI) અને ઈન્ડિયન ઓવરસીસ બેન્ક (IOB)એ રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom)ના બેન્ક એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યા છે. બેન્કિંગ સૂત્રોએ આ જાણકારી આપી છે.

આ મામલે એસબીઆઈ અને યૂબીઆઈએ રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ (RTL)ના બેન્ક એકાઉન્ટને પણ ફ્રોડના લિસ્ટમાં મૂક્યા છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ આરકોમની 100 ટકા સબસિડિયરી છે. આ સિવાય સ્ટેટ બેન્કે આરકોમની અન્ય સબસિડિયરી રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડના બેન્ક ખાતાને પણ ફ્રોડ ગણાવ્યા છે.

બેન્કોએ આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે એક સપ્તાહ પહેલા જ NCLTની મુંબઈ બેંચે રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડ માટે લેન્ડર્સે રિલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે.

રિલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મ રિલાયન્સ જિયો ગ્રુપની કંપની છે. આ રિસોલ્યુશન પ્લાન હેઠળ લેન્ડર્સને રિલાયન્સ ડિજિટલ પાસેથી 4,000 કરોડ રૂપિયા મળશે. રિલાયન્સ ઈન્ફ્રાટેલ પાસે 43,000 ટાવર અને 1,72,000 કિલોમીટરના ફાયબર નેટવર્ક છે. લેન્ડર્સે આરકોમ અને આરટીએલના રિસોલ્યુશન પ્લાનને પણ મંજૂરી આપી છે.

હવે આ રિસોલ્યુશન પ્લાનને એનસીએલટીની મુંબઈ બેંચની મંજૂરી મળવાની બાકી છે. આ બન્ને કંપનીઓના વેચાણથી લેન્ડર્સને લગભગ 18,000 કરોડ રૂપિયા મળશે. આ બન્ને કંપનીઓ માટે લેન્ડર્સે યૂવી એસેટ રી-કંન્સ્ટ્રક્શનના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જોબ છોડવી છે પણ ડર લાગે છે, તો આ રીતે પ્લાનિંગ કરી ભવિષ્યને સુરક્ષિત કરો

Nikitmaniya

ફાયદાની વાત/ પોતાનો બિઝનેસ શરૂ કરીને કરો તગડી કમાણી, મહિલાઓ માટે ખાસ સ્કીમ લઇને આવી આ સરકારી બેન્ક

Nikitmaniya

Jeep Wagoneerની આ તસવીરો જોઇને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત

Nikitmaniya