મુંબઈ : ૧લી ઓકટોબરથી શરૂ થયેલી નવી રૂ મોસમ ૨૦૨૧-૨૨માં દેશમાં રૂનું ઉત્પાદન ૩૬૦.૧૩ લાખ ગાંસડી રહેવાનો કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પ્રાથમિક અંદાજ મૂકયો છે.
સીએઆઈ દ્વારા નિકાસ અંદાજમાં ૩૦ લાખ ગાંસડીનો ઘટાડો
સમાપ્ત થયેલી ૨૦૨૦-૨૧ની મોસમ માટે મુકાયેલા ૩૫૩ લાખ ગાંસડીના અંદાજની સરખામણીએ નવી મોસમનો પ્રાથમિક અંદાજ ૭.૧૩ લાખ ગાંસડી વધુ છે. એક ગાંસડી એટલે ૧૭૦ કિ.ગ્રા. રૂ થાય છે.
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતે સમાપ્ત થનારી વર્તમાન મોસમમાં રૂનો કુલ પૂરવઠો ૧૭૦ કિલોની એક એવી ૪૪૫.૧૩ લાખ ગાંસડી રહેશે એમ એસોસિએશને એક યાદીમાં જણાવ્યું છે.
મોસમના પ્રારંભમાં દેશમાં રૂનો ઓપનિંગ સ્ટોક ૭૫ લાખ ગાંસડી રહ્યો હતો. આ ઉપરાંત વર્તમાન વર્ષમાં ૧૦ લાખ ગાંસડી આયાત થવાનો અંદાજ છે.
વર્તમાન મોસમમાં રૂનો ઘરઆંગણે વપરાશ૩૩૫ લાખ ગાંસડી રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે. નિકાસ અંદાજ જે ગઈ મોસમમાં ૭૮ લાખ ગાંસડી મુકાયો હતો તે વર્તમાન મોસમ માટે ઘટાડી ૪૮ લાખ ગાંસડી મુકાયો છે. સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતે દેશમાં રૂનો ૬૨.૧૩ લાખ ગાંસડી સ્ટોક રહી જવાની ધારણાં છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.