નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, જોઇ લો તસવીરોમાં સી પ્લેનનો નજારો

વડાપ્રધાન મોદી કેવડિયાથી સીપ્લેનમાં અમદાવાદ આવવા થયા રવાના – સી પ્લેનના પ્રથમ પેસેન્જર બન્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા . અમદાવાદના એરપોર્ટ પર ઉતરીને તેઓ સીધા જ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા ત્યાર બાદ તેમણે સ્વ નરેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ તેઓ સીધા જ કેવડિયા કોલોની જવા રવાના થયા હતા અહીં તેમણે વિવિધ યોજનાઓ તેમજ પ્રોજેક્ટના શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કર્યા . અને ત્યાર બાદ વડાપ્રધાનની મહત્વાકાંક્ષી યોજના સિપ્લેનનું પણ તેમણે કેવડિયા કોલોની ખાતે ઉદ્ઘાટન કર્યું છે અને તેઓ કેવડિયાથી સિ પ્લેનમાં બેસીને અમદાવાદ તરફ રવાના થયા .

 

આજના દિવસે એટલે કે 31મી ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો. જેમાં તેમણે આખાએ દેશને સંબોધીત કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે કેવડિયા કોલોની એ નવા ભારતની પ્રગતિનું ધામ બન્યું છે, અને એવી પણ આશા અને જુસ્સો વ્યક્ત કર્યો હતો કે કેવડિયા સ્થળ આખીએ દુનિયાના ટુરિઝમ મેપ પર પોતાનુ આગવું સ્થાન બનાવશે. આ સાથે જ પોતાના ભાષણમાં તેમણે પુલવામા હુમલાને લઈને જે રાજકારણ ખેલાઈ રહ્યું છે અને ખેલાયું હતું તેને લઈને પણ નિવેદન આપ્યું હતું. આ સભામાં કેવડિયા સિવિલ સર્વિસિસ પ્રોબેશનર્સને પણ તેમણે સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રને સંબોધતા પહેલા તેમણે અહીં યોજાયેલી એકતા પરેડમાં પણ હાજરી આપી હતી.

 

તેમણે 31મી ઓક્ટોબર કે જેને સરદાર પટેલની જયંતિ તરીકે પણ ઉજવવામા આવે છે તે નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલનું સમ્માન કર્યુ હતું. અને સરદાર પટેલની ભવ્ય મૂર્તિ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલી પણ આપવામા આવી હતી. આ ઉપરાંત આ એકતા દિવસ નિમિતે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. સવારે વહેલા વડાપ્રધાને આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યા હતા અને ત્યાર બાદ તેમણે સવારનો નાશ્તો લીધો હતો.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં મોદીએ ખાસ કેવડિયામાં સિવિલ સર્વિસિસ પ્રોબશનર્સને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષ તેમના માટે ખૂબ મહત્ત્વના છે અને અત્યંત જવાબદારીપૂર્ણ . તેમણે આ પ્રોબેશનર્સને પોતાના કામને કેવી નિષ્ઠાથી નિભાવવું તે બાબતે સૂચિત તેમજ માર્ગદર્શિત કર્યા હતા.

તેમણે એ પણ જણાવ્યુ હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ દેશની સિવિલ સર્વિસિસના જન્મદાતા હતા. તેમણે આ કર્મચારીઓને એક ટીમ બનીને કામ કરવાનું કહ્યું છે, તેમજ તેમના ટીમ સ્પિરટને મહત્ત્વનો ગણાવ્યો હતો. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર મુક્યો હતો.

 

વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આ મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો.

– સૌ પ્રથમ તો તેમણે સમગ્ર દેશને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નીમીતે શુભેચ્છાઓ પાઠવી હતી. અને સરદાર વલ્લભભાઈ પટેલના નોંધનીય અને દેશને હીતકારી કાર્યોને તમણે બિરદાવ્યા પણ હતા.

 

– તેમણે પોતાના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં ગઇકાલથી આજ સુધી જંગલ સફારી પાર્ક, એકતા મોલ, આરોગ્ય વન ઉપરાંત બીજા ઘણા બધા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતું તો વળી કેટલાક પ્રોજેક્ટ્સનો સિલાન્યાસ પણ કર્યો હતો.

– તેમણે કેવડિયા ખાતે આવેલા આ ટુરિસ્ટ પ્લેસ માટે આશા વ્યક્ત કરી હતી કે તે સ્થળ દુનિયાના ટુરિઝમ મેપમાં આગવુ સ્થાન મેળવશે. અને ભારતની પ્રગતિનું એકતિર્થ સ્થળ બનશે.

– તેમણે લોકોને એક ભારત શ્રેષ્ઠ પર્વતને સાકાર કરવાનો સામુહિક પ્રયાસ કરવા માટે પણ આહવાન કર્યું હતું.

 

– તેમણે સી-પ્લેન સેવાને લઈને જણાવ્યુ હતું કે આજના દીવસે સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તેના કારણે હવે પ્રવાસ પ્રેમી પ્રજાને એક નવો વિકલ્પ પણ મળી રહ્યો .

– તેમણે એ પણ જણાવ્યુ હતું કે આદિવાસી ભાઈ-બહેનોને પણ અહીંના વિવિધ પ્રોજેક્ટ્સના કારણે રોજગાર મળી રહેશે. આ સિવાય તેમણે આજે મહર્ષી વાલ્મિકી જયંતિ હોવાથી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને આ દિવસ નિમિતે લોકોને શુભેચ્છા પણ પાઠવી હતી.

– વડાપ્રધાન મોદીએ એકતા પરેડમાં પણ હાજરી આપી હતી. એકદતા દિવસની પરેડ દરમિયાન પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોની સલામી પણ આપવામા આવી હતી.

– વડાપ્રધાન મોદીની કેવડિયા ખાતેની મુલાકાત માટે જામનગરથી માત્ર 40 મિનિટમાં ત્રણ જેગુઆર ફાઇટર કેવડિયા પોહંચ્યા હતા. વડાપ્રધાન મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટિને પુષ્પાંજલી આપ્યા બાદ તરત જ આ ફાઇટર પ્લેન્સ કેવડિયાના આકાશ પરથી પસાર થયા હતા અને સરદાર પટેલને એક અનોખી શ્રદ્ધાંજલી આપી હતી. આ જેગુઆર ફાઇટર પ્લેન્સે જામનગરથી કેવડિયાનું 600 કિલોમીટરનું અંતર માત્ર 40 મિનિટમાં કાપી લીધું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube