ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાનાં પૈસાદારોનાં લિસ્ટમાં ટોપ 10માંથી બહાર થઈ ગયા છે. તો આ વર્ષે સૌથી વધારે મિલકત એલન મસ્કની વધી છે અને તેઓ બીજા નંબર પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સનાં તાજા આંકડો મુજબ મુકેશ અંબાણી પોતાની કુલ 5.72 લાખ કરોડ રૂપિયાની મિલકત સાથે લિસ્ટમાં 11માં નંબર પર સરકી ગયા છે.

ખાનગી મીડિયા મુજબ, આ વર્ષે કોવિડ-19 રોગચાળા પછી પણ મુકેશ અંબાણીનો ગ્રોથ અટક્યો નથી. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ છઠ્ઠા ક્રમાંક પર આવી ગયા હતા, પરંતુ સપ્ટેમ્બરથી આરઆઈએલના શેરમાં ઘટાડો થયો, જેના કારણે તેની રેન્કિંગમાં ઘટાડો થયો છે. જો કે, તેની સંપત્તિમાં બહુ પરિવર્તન આવ્યું નથી.

સપ્ટેમ્બરમાં આરઆઈએલનો શેર રૂ.2,369.35 પર પહોંચી ગયો હતો, જે રેકોર્ડ હાઈ હતો. ત્યાર બાદથી અત્યાર સુધીમાં શેર લગભગ 19 ટકા ઘટીને રૂ.1998.10 પર આવી ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિ સ્થિર રહી છે.

આવકની દ્રષ્ટિએ આ વર્ષ મુકેશ અંબાણી માટે સારું રહ્યું હતુ. કોરોના સંકટ હોવા છતાં, તેની સંપત્તિમાં વધારો થયો છે. 2020 માં તેમની સંપત્તિમાં 1770 કરોડ ડોલર (રૂ.1.32 લાખ કરોડ) નો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ 7630 મિલિયન એટલે કે 5.72 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

તો, ટેસ્લાનાં સીઈઓ અને સહ-સંસ્થાપક એલન મસ્કની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 14000 કરોડ ડોલર અથવા 10.50 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. મસ્કની કુલ સંપત્તિ 16700 કરોડ ડોલર એટલે કે 12.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ યાદીમાં ટોચ પર એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું નામ છે, જેની કુલ સંપત્તિ 18700 કરોડ ડોલર છે. તો, બિલ ગેટ્સ 13100 કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પાંચમાં સ્થાને છે. તેની કુલ સંપત્તિ 10,500 મિલિયન ડોલર છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.