ક્રિકેટર એમ.એસ.ધોની જ્યારે ભારતીય ટીમમાં આવ્યા હતાં ત્યારે તેમણે જે ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું હતું તેને જોઈને દરેક લોકો તેમના દિવાના થઈ ગયા હતા. તેની સાથે જ શરૂ થઈ હતી તેમની ઘણી બધી લવસ્ટોરી. તેમાંથી એક હતી રાય લક્ષ્મી. આ વર્ષે આ અભિનેત્રી ૩૨ વર્ષની થઈ ગઈ છે. ૫ મે ૧૯૮૯ માં કર્ણાટકમાં જન્મેલી રાય લક્ષ્મીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ૨૦૦૫ માં તામિલ ફિલ્મ “કરડા કસદરા” થી ડેબ્યૂ કર્યું હતું.  આ સાથે તેમણે બોલીવુડની ફિલ્મ “જુલી-૨” માં પણ પોતાનો અભિનય બતાવ્યો છે.

એક્ટ્રેસ રાય લક્ષ્મીને તેમના સુંદર અંદાઝ માટે જાણવામાં આવે છે. આ એક્ટ્રેસને તેમની પર્સનલ લાઈફથી વધારે તેમનાં અંગત જીવનની કોન્ટ્રોવર્સી માટે જાણવામાં આવે છે. એક સમય એવો હતો જ્યારે ધોની અને લક્ષ્મીનાં પ્રેમની ખબરો સામે આવી હતી. એટલું જ નહીં વર્ષ ૨૦૧૮ માં ધોની અને લક્ષ્મીની સાથે ફરવાની ખબરો પણ સામે આવી હતી. તેમના વિશે કહેવામાં તો એવું પણ આવે છે કે રાય લક્ષ્મી એક સમયે ધોની પાછળ સંપૂર્ણ રીતે પાગલ હતી પરંતુ આગળ જઈને બંનેનાં રસ્તા અલગ થઈ ગયા.

એટલું જ નહીં જ્યારે એમ.એસ.ધોનીની બાયોપિક “એમ.એસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી” પર કામ શરૂ કરવામાં આવ્યું તો તે સમયે પણ રાય લક્ષ્મી ખૂબ જ ગભરાયેલી હતી. તેમને ડર હતો કે તેમની સાથે રહેલ ધોનીની રિલેશનશિપને ફિલ્મમાં બતાવવામાં ના આવે પરંતુ આ ફિલ્મમાં રાય લક્ષ્મીનાં કેરેક્ટરને સામેલ કરવામાં આવ્યું ના હતું.

 

તેની સાથે જ દુનિયાના ઘણા બધા લોકોને આ રિલેશન વિશે ખબર પડી નહી. એકવાર વર્ષ ૨૦૧૬ માં આ અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ના જાણે કેમ લોકો મારા ભૂતકાળ પાછળ પડેલા રહે છે. હું અને ધોની બંને જ આજે ઘણા આગળ વધી ચુક્યા છીએ. રાય લક્ષ્મીએ જણાવ્યું કે, “હું તે સમયે આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી.

જોકે ધોની તે ટીમના કપ્તાન હતાં, એટલા માટે ખૂબ જ ઓછા સમય સુધી અમે એકબીજાની નજીક રહ્યા હતા. આ દરમિયાન અમે ના તો એકબીજા માટે કોઈ જાતની કમિટમેન્ટ કરી હતી કે ના તો ક્યારેય એકબીજા સાથે લગ્ન વિશે વિચાર્યું હતું. એટલા માટે મને એ ખબર નથી કે કેમ લોકો આજે પણ અમારા વિશે વાત કરે છે. આ અભિનેત્રીએ આજથી થોડા વર્ષ પહેલા એક ઇંગ્લિશ ન્યૂઝ પેપર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે આટલો સમય પસાર થઇ ચૂક્યો છે પરંતુ આજે પણ જ્યારે ધોનીની વાત થાય છે તો મારો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે.

આજે પણ અમારા રોમાન્સની અફવાઓ કારણ વગર ઉડાવવામાં આવે છે. મને એવી હરકતોથી ખૂબ જ નફરત છે. તેમણે કહ્યું કે, “મને એવું લાગે છે કે ધોની સાથે મારી રિલેશન એક દાઘ જેવી છે. ધોની બાદ પણ મારા ૩-૪ લોકો સાથે રિલેશન રહ્યા પરંતુ તેમનાં પર કોઇએ ધ્યાન આપ્યું નહી. મહત્વપૂર્ણ છે કે આ એક્ટ્રેસ ૨૦૧૬ માં રિલીઝ થયેલી સોનાક્ષી સિન્હાની ફિલ્મ “અકીરા” માં “માયા” ના કિરદારમાં નજર આવી હતી. ત્યારબાદ બોલિવૂડમાં તે ફિલ્મ જુલી-૨ અને ઓફિસર અર્જુનસિંહ IPS બેચ ૨૦૦૦ માં પણ નજર આવી હતી.

રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને છેલ્લા ૧૫ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે અત્યાર સુધીમાં ૫૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રાય લક્ષ્મી અત્યાર સુધીમાં વાલ્મિકી, નિકુ નાકું, ધર્મપુરી, ક્રિશ્ચયન બ્રધર્સ, કંચના, વેલ્લી થીરઇ, ધામધૂમ, વામનન, મનકથા, વન યુધ્ધમ, બાલૂપુ, જુલી-૨, નીયા-૨, બેંગ્લોર નાટકલ, કેદી નંબર-૧૫૦, મિરુગા  જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube