સુરતના માંડવીના અરેઠ ગામમાં એક ખૂબ જ દુઃખદ પ્રસંગ બન્યો હતો. આ ગામમાં લગ્ન પ્રસંગ ના આગલા દિવસે નાચતા નાચતા વરરાજાનું મોત થયું હતું
મિત્રો જ્યાં લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યાં હવે મરશિયા ગાવાનો સમય આવ્યો. જાન જવાને બદલે વરરાજાની અર્થી ઉઠી હતી.
મિત્રો માંડવાના દિવસે રાત્રે ડીજે ના તાલે નાચતા નાચતા મિતેશ ચૌધરી નામના વરરાજાનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું અને વરરાજાનું મોત થતાં જ પરિવારજનો શોકમગ્ન થઇ ગયા.
મળતી માહિતી પ્રમાણે માંડવી તાલુકાના અરેઠ ગામે 33 વર્ષના મિતેશભાઇ ચૌધરીના લગ્ન લેવાયા હતા.
આ લગ્નને કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો અને આગલા દિવસે સાંજના સમયે જમણવારનો પણ કાર્યક્રમ ગોઠવાયો હતો અને ત્યારબાદ ડીજે પ્રસંગ રાખવામાં આવ્યો હતો.
ડીજે પ્રસંગમાં પરિવારના દરેક સભ્યો અને સગાસંબંધીઓ જ જોડાયા હતા અને બધા નાચવામાં વ્યસ્ત હતા અને વરરાજો પણ સાથે નાચી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે અસહાય બની ગયો.
દુખાવો વધતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ડોક્ટરોએ જણાવ્યું કે હાર્ટ એટેકને કારણે મિતેશનું મોત થયું છે. આ સાંભળતાની સાથે જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.
જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં હવે મરશિયા ગાવાનો સમય આવ્યો અને એ જ ઘરમાંથી વરરાજાની સ્મશાનયાત્રા નીકળી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.