Rashifal: સોમવારની શરુઆત કરો રાશિફળ અને દિવસને લાભકારી બનાવવાના ઉપાયો વાંચીને

ટૈરો રાશિફળ : સોમવારની શરુઆત કરો રાશિફળ અને દિવસને લાભકારી બનાવવાના ઉપાયો વાંચીને

મેષ – આત્મવિશ્વાસ વધે તેવી પ્રોત્સાહક માહિતી મળશે. કંઈક મોટું કરવા અથવા કરેલા પ્રયત્નોનું ફળ ભોગવવા તૈયાર થઈ જાઓ. બધા માટે વાણીમાં મૃદુ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. જરૂર જણાય ત્યાં કડક વલણ દાખવો. વેપારમાં લાભ થશે.

ઉપાય: ગોળનું દાન કરો.

વૃષભ – સારા પરિણામ મેળવવા પરિશ્રમ કરવો પડશે. અધુરા કાર્ય પૂર્ણ થશે. મિત્રો અને સબંધીઓને મદદ કરવાથી માન મળશે. સહાયકો નોકરીમાં મદદ કરશે. વ્યાપારમાં થોડો ઉતાર-ચઢાવ જણાશે.

ઉપાય: તાંબાનાં લોટાથી સૂર્યને જળ અર્પણ કરો.

મિથુન: યાત્રા લાભકારી રહેશે. કોઈ વ્યક્તિ તરફથી ભેટ મળી શકે છે, રોજગાર મેળવવાના પ્રયત્નોમાં સફળ થશો. સમયની ગતિને સમજીને આગળ વધો. નોકરીમાં અધિકારો વધી શકે છે. ધંધો સારો રહેશે. ઘરે અને બહાર ખુશીઓ વધશે.

ઉપાય: આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરો

કર્ક – દિવસ તમારા માટે લાભકારક રહેશે. માન-પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થશે. તમારા કામના કારણે નોકરીમાં પ્રગતિની તકો મળશે. ખાવા પીવામાં બેદરકારી ન રાખો. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં વધશે.

ઉપાય: લાલ ચંદનનું તિલક કરી કામ પર જાઓ.

સિંહ -નવા સંબંધ બનાવતા પહેલા એ વાત પર ધ્યાન આપો કે અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ કરવો સારો નથી. વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરો, નાણાંકીય સ્થિતિમાં ગડબડ થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓની અપેક્ષાઓ વધશે.

ઉપાય: ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો

કન્યા – ધંધાકીય યાત્રા સફળ રહેશે. આવકમાં વધારો થશે. ધંધામાં ભાગીદારોને તમારાથી સંતોષ રહેશે. રોકાણ કરવાથી ફાયદો થશે. તમારા પર આવેલી સમસ્યા સમાપ્ત થશે.

ઉપાય: લાલ ફૂલ ભગવાનને ચઢાવો.

તુલા- આધ્યાત્મિકતામાં રસ વધશે. તમને સત્સંગનો લાભ મળશે. કોર્ટ કે સરકારી વિભાગના કાર્યોમાં વેગ મળશે. ચિંતા ઓછી થશે. ધંધામાં લાભ મળશે. પારિવારિક સહયોગ પ્રાપ્ત થશે.

ઉપાય: 108 વાર આદિત્ય નમ: મંત્રનો જાપ કરો.

વૃશ્ચિક – તમારી ભવિષ્ય માટેની યોજના સફળ થશે. કાર્યસ્થળ પર સ્થિતિમાં સુધારો આવશે અથવા પરિવર્તન આવી શકે છે. તમને મિત્રો અને સંબંધીઓની મદદ કરવાની તક મળશે. તમને માન મળશે.

ઉપાય: ઓમ ભાસ્કરાય નમ: મંત્રનો જાપ કરો.

ધન -આર્થિક નુકસાનની સંભાવના છે. બેદરકારી ન રાખશો. ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખો. તમે હતાશાનો અનુભવ કરશો. આવકમાં નિશ્ચિતતા રહેશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે.

ઉપાય: દાડમનું દાન કરો.

મકર -શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. તમને કોઈપણ ઉત્સવમાં ભાગ લેવાની તક મળી શકે છે. તમે નોકરીમાં કોઈ નવું કામ કરી શકશો. તમને માન મળશે. અધિકારી વર્ગ ખુશ રહેશે. લાંબી મુસાફરી થઈ શકે છે.

ઉપાય: ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.

કુંભ -જીવનસાથીનો સહયોગ મળશે. ધંધામાં તમને અનુકૂળ લાભ મળશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે. રોકાણથી સારા પરિણામ મળશે. સારા નસીબથી તમને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરો.

મીન – જમીન અને મકાનો ખરીદ-વેચાણની યોજના ફળશે. પ્રગતિ માટે રસ્તા ખુલશે. તમને પરીક્ષા અને સ્પર્ધામાં સફળતા મળશે. આવકમાં વધારો થશે. આર્થિક સમસ્યા દૂર કરવાના પ્રયત્નોમાં સફળ થશો. ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખો. શારીરિક કષ્ટ વધી શકે છે.

ઉપાય: લાલ ચંદન ઉમેરી સૂર્યને અર્ધ્ય આપો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube