સોમવારના દિવસે આ ઉપાય કરવાથી, બગડેલા કામ બની જશે…

જો સતત કામ બગડતા હોય અને બનવાની નજીક હોય છતાં પૂરાં ના થતાં હોય તો કહેવાય છે કે સોમવારના દિવસે આ ઉપાય કરવાથી ફાયદો થયા છે.

આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ઘરથી નીકળતી વખતે કે યાત્રાને શુભ બનાવવા માટે ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે અને બધા કામ વગર કોઈ અડચણે પૂરા થાય. ખરેખર તો એવી ઘણી નાની-નાની વાતો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો તમારું દરેક કાર્ય સફળ થવાની સંભાવના વધી જાય છે. આ સાથે જ આ ઉપાયો કરવાથી તમારી ધન સંબંધી પરેશાનીઓ અને માનસિક તણાવ પણ ઓછો થાય છે. આવો જાણીએ સોમવાર સાથે જોડાયેલા એવા કેટલાક સરળ જ્યોતિષ અનુસાર ઉપાય.

ચંદ્ર ગ્રહની શાંતિ

સોમવારએ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો દિવસ મનાય છે. પૂજા સાથે જ ચંદ્રના ઉપાય પણ કરવામાં આવે છે. ખરેખર તો સફેદ રંગનો ચંદ્ર ગ્રહ આપણા શરીરમાં મન અને જળનો પ્રતિનિધિત્વ કરે છે. ત્યાં જ કુંડળીમાં ચતુર્થ ભાવનો પણ કારક હોય છે. આ કારણે અનૂકુળ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના સફેદ ખાદ્ય પદાર્થ જેમકે દૂથ કે દૂધથી બનતી વસ્તુઓ, ચોખા, સફેદ તલ, અખરોટ, બરફી જેવી મીઠાઈઓ વગેરેનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ.

આવી રીતે કરો શિવલિંગની પૂજા

આ દિવસે શિવજીને જળાભિષકે કરાવવા દરમિયાન તેમાં થોડુ તલ ભેળવીને 11 બિલીપત્ર સાથે અર્પિત કરવાથી લાભ થાય છે. આ સાતે એવી પુરાણી માન્યતા છે કે શિવલિંગ પર હંમેશા સાકર અર્પણ કર્યા બાદ જ જળ ચઢાવવું જોઈએ.

ગૌમાતાનો આશીર્વાદ

આ સિવાય કેટલી પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારે સફેદ ગાયને રોટલી ખવડાવાથી તમામ કષ્ટ દૂર થાય છે. કહેવાય છે કે જ્યાં ગાય બેસે છે તે ઘર સદા માટે પવિત્ર થઈ જાય છે.

ખીર બનાવીને કરો દાન

આ સાથે જ સોમવારે સફેદ વસ્તુ જેમ કે દૂધ, દહીં, કોઈ સફેદ કાપડ, ખાંડ વગેરેનું દાન કરવાથી પણ લાભ થાય છે. આ દિવસે ખીર બનાવીને ગરીબોમાં વહેંચવાથી પણ લાભ થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube