ભારતીય હિન્દુ ધર્મમા અઠવાડીયાના સાત વારને અલગ મહત્વ આપવામા આવ્યુ છે. આમ દરેક વાર દરમિયાન ઘણા કામો કરવાથી ફાયદો થાય છે અને ઘણા કામ કરવાથી નુકશાન પણ થાય છે. તો ચાલો જાણીએ સોમવારના દિવસે ક્યા કામ કરવાથી ફાયદો થાય છે. જે લોકોની કુંડળીમા ખરાબ સ્થાન રહેલું હોય છે તે લોકોએ વ્રત રાખવું જોઇએ. સોમવારના સ્વામી ચંદ્રને ગણાય છે.
જ્યોતીષ શાસ્ત્રમા એમ જણાવામા આવ્યુ છે કે આ દિવસે ચંદ્રને લગતા ઘણા કામો કરવા જોઇએ. તેનાથી ઘણો લાભ થાય છે. આ દિવસે કોઇ ખાસ કામ કરવામા આવે તો તેના કારણે ચંદ્રની ખામીના કારણે ખરાબ પરીણામો મળે છે. તો ચાલો જાણીએ આ દિવસે ક્યા કામ કરવા જોઇએ અને ક્યા કામ ન કરવા જોઇએ.
સોમવારે આ કામ કરવા :
રોકાણ કરવા માટે આ દિવસ શુભ ગણાય છે. આ દિવસ દરમિયાન સોના, ચાંદી અને મિલકતમા રોકાણ કરવાથી ભવિષ્યમા ખુબ જ વધારે લાભ થઇ શકે છે. તમારે આ દિવસે પ્રવાસમા જવાનુ થાય તો પશ્ચીમ દિશા અને દક્ષીણ દિશા તરફ યાત્રામા જવુ. આનાથી તમારી યાત્રા સુખ, શાંતી અને સફળતાથી પુર્ણ થશે.
તમારે કોઇ તમારા જીવનનુ નવુ કામ કરવાનુ હોય છે તો આ દિવસે કરી શકો છો. શપથ ગ્રહણ, રાજઅભિષેક કરવો, નોકરીની શરૂઆત કરવી જેવા કામો કરવા શુભ ગણાય છે અને તે ફાયદાકારક ગણાય છે. જે લોકોની કુંડળીમા ચંદ્રની ખામી હોય તો આ દિવસે ભુખ્યા ગરીબ લોકોને અથવા ભુખ્યા પ્રાણીઓને દુધનુ દાન કરવુ જોઇએ. મોતીને ચંદ્રનુ રત્ન ગણવામા આવે છે. આ દિવસે તેને ધારણ કરવાથી સારુ પરીણામ મળી શકે છે.
સોમવારે આ કામો ન કરવા :
આ દિવસે ઉત્તર દિશા, અગ્નિ દિશા અને પુર્વ દિશા તરફ યાત્રામા જવાનુ ટાળવુ જોઇએ. ખાંડવાળો ગળ્યો ખોરાક ન ખાવો જોઇએ. ભગવાનનુ નામ લેવુ જોઇએ તે ફાયદાકારક ગણાય છે. બાળકોએ આ દિવસે માતાનુ અપમાન ન કરવુ જોઇએ. તેને ગુસ્સેથી પણ ન કહેવુ જોઇએ. આમ કરવાથી આનુ પરીણામ ખુબ જ ખરાબ આવે છે. આમ થવાનુ કારણ એ છે કે ચંદ્ર ગ્રહનો માતા સાથે સંબંધ રહેલો હોય છે અને તેનો માર્ગ દ્વાર કહેવામા આવે છે. ગમે તે દિવસે માતાનુ દિલદુભાવવુ ન જોઇએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.