મોમ ટુ બી અનુષ્કા બ્લેક સ્વિમસૂટમાં લાગી એકદમ હોટ, જોઇ લો શેર કરેલી તસવીરમાં

અનુષ્કા શર્માએ બ્લેક કલરની મોનોકીનીમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ – મૌની રોયે આપ્યું આવું રિએક્શન, મોમ ટુ બી અનુશ્કાના આ સ્વીમસૂટની કીંમત જાણીને તમે બોલી ઉઠશો “અરે !”

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ઇન્ડિયન ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે જલદી જ નાનું મહેમાન આવાનું છે. આ પાવર કપલે તાજેતરમાં આ વાતની જાણકારી સોશયિલ મડિયા અકાઉન્ટ દ્વારા એક સુંદર તસ્વીર શેર કરીને આપી હતી. અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીની ખબર મળ્યા બાદથી જ ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ખૂબ જ એક્સાઇટ રહે છે. અને તે વાતનો અંદાજો તમે તે બાબતથી લગાવી શકો છો કે ગઈ કાલે અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણીએ બ્લેક કલરનો સ્વીમ સૂટ પહેર્યો હતો અને થોડી જ મિનીટોમાં તેણીની આ તસ્વીર વાયરલ થઈ ગઈ હતી.

 

આ તસ્વીરને અત્યાર સુધીમાં 32.60 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી છે. સાથે સાથે આ તસ્વીર પર કમેન્ટ્સનો પણ વરસાદ થઈ ગયો છે. આ તસ્વીર પર ટીવી એક્ટ્રેસ મૌની રોયે પણ કમેન્ટ કરી હતી.

આ તસ્વીર શેર કરતાં અનુષ્કા શર્માએ કેપ્શનમા લખ્યું છે – તે બધાને મારો આભાર જેમણે મને આ દુનિયામાં સારપ અને વિશ્વાસ માટે હંમેશા પ્રેરિત કરી છે. જીવનમાં પહેલેથી જ હાજર સારપનો સ્વિકાર કરતા, જીવનમાં ઘણી વસ્તુઓનો પાયો રાખવાનો હોય છે.

આ તસ્વીરને જોતા એ કહેવું જરા પણ ખોટું નહીં કહેવાય કે અનુષ્કા શર્મા સ્ટારડમની ઝાકમઝોળથી ક્યાંય દૂર પોતાની પ્રેગ્નન્સીને આ ખાસ અંદાજમાં એન્જોય કરી રહી છે. જ્યાં સુધી આ વાયરલ તસ્વીરની વાત કરીએ તો તેમા અનુષ્કા શર્મા સીંપલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અને જે રીતે અનુષ્કાએ તસ્વીરમાં પોઝ આપ્યો છે તે તેની આ ખાસ ક્ષણના સુખદ આનંદને દર્શાવી રહી છે.

શું તમે અનુષ્કાની આ મોનોકીનીની પ્રાઇઝ જાણો છો ?

સામાન્ય રીતે કોઈ પણ સ્ટાર વસ્ત્ર પહેરે તે પછી ગમે તેવું હોય તેની કિંમત વિષે આપણે હંમેશા ઉંચી ધારણા બાંધી લેતા હોઈએ છીએ. અને ગઈ કાલથી અનુષ્કાની આ મોનોકીનીવાળી તસ્વીર ખૂબ વયારલ થઈ રહી છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનુશ્કાનો આ સિમ્પલ પણ એલિગન્ડ સ્વિમસૂટ ઘણો અફોર્ડેબલ છે. તેણીએ એસોસ ડીઝાઈનનો સ્વિમસૂટ પહેર્યો છે. જેમાં ચેસ્ટ તરફ બ્લેક રંગની જ ફ્રીલ મુકવામા આવી છે અને આ સુંદર મોનોકીનીની કીંમત 2,260 રૂપિયા છે.

તમને જણાવી દઈ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દિલ્લી અને મુંબઈમાં બન્નેએ રિસેપ્શન પણ આપ્યું હતું. વિરાટ અને અનુષ્કાએ પીએમ નરેન્દ્ર મોદીને પણ રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. તે વર્ષે તેમના લગ્નની તસ્વીરો જોવા માટે દેશ જ નહીં પણ આખી દુનિયના લોકો આતુર હતા. વિરાટ અને અનુષ્કા સોશલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને બન્ને અવારનવાર એક બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી તસ્વીરો તેમજ વિડિયો શેર કરતા રહે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube