મોદી સરકાર આપવા જઈ રહી છે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ, આ મુદ્દાઓ પર હશે ફોક્સ

કોરોના વાયરસ મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. આ વિત્ત વર્ષે દેશના જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. અર્થવ્યવસ્થાને વાપસ પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત પેકેજથી લઈ પીએમ ગરીબ કલ્યાણ પેકેજ સુધીની ઘોષણા કરી, પણ વાત બની નહીં. હવે કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થા સુધારવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજની ઘોષણા કરવા જઈ રહી છે. અને તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં આ ઘોષણા થઈ શકે છે. સુત્રોએ જણાવ્યું કે સરકાર 35 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની ઘોષણા કરી શકે છે, જેનું મુખ્ય ફોકસ શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓ પર હશે.

35 હજાર કરોડ રૂપિયાના આ ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજમાં અર્બન જોબ સ્કીમ, રૂરલ જોબ્સ, મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ, ખેડૂતો માટે નવી સ્કીમ અને વધારેમાં વધારે કેશ ટ્રાન્સફર પર ફોક્સ હશે. સરકાર આ વર્ષે 25 મોટા પ્રોજેક્ટસ પુરા કરવા માગે છે, જેનાથી વધારેમાં વધારે લોકોને રોજગારી મળી શકે. દશેરા પહેલાં આ રાહત પેકેજનું એલાન થઈ શકે છે. કન્ઝ્યુમર બેઝ્ડ કંપનીઓ ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટર અને ઈલેક્ટ્રોનિક આઈટમ બનાવતી કંપનીઓ માટે આ નાણાકીય વર્ષનું ત્રીજું ત્રિમાસિક ખુબ જ મહત્વપુર્ણ છે. તેવામાં કેન્દ્ર સરકાર પેકેજની ઘોષણા કીરને ડિમાન્ડ વધારવા ઈચ્છે છે, જેથી અર્થવ્યવસ્થા પાટા પર આવી શકે.

અર્બન અને સેમી અર્બન એરિયા માટે જોબ પ્રોગ્રામ

કેન્દ્ર સરકારનાં અધિકારીઓએ એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું કે, નરેગાની જેમ કેન્દ્ર સરકાર અર્બન અને સેમી અર્બન એરિયા માટે એક જોબ પ્રોગ્રામ લોન્ચ કરશે. આ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ માટે ડ્રાફ્ટ કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી છે. આ યોજના મોટા શહેરોમાં લાગુ થતાં પહેલાં ટિયર 3 અને ટિયર 4 શહેરો એટલે કે નાના શહેરોમાં પહેલાં લાગુ થશે અને તે બાદ મોટા શહેરોમાં લાગુ કરવામાં આવી શકશે.

ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ પર ફોક્સ

કેન્દ્ર સરકાર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન હેઠળ એવા પ્રોજેક્ટસને પ્રોત્સાહન આપવા જઈ રહી છે કે જેનાથી વધારેમાં વધારે રોજગારીના અવસર પેદા થઈ શકે. અધિકારીએ કહ્યું કે, 20-25 એવાં પ્રોજેક્ટની ઓળખાણ કરી લીધી છે જેમાં પૈસા રોકાણ કરવાથી ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે નોકરીઓનું સર્જન કરી શકાય છે. આ નોકરીઓ સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને પ્રકારના લોકો માટે હશે. સરકારની યોજના લોકોને મફતમાં અનાજ આપવાની પણ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube