ખેડૂતો માટે શરુ કરાયેલી પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 10.74 કરોડ ખેડૂતોને સરકાર દ્વારા 1.15 લાખ કરોડ રુપિયા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, આ યોજનાના ભાગરૂપે ખેડૂતોને દર વર્ષે 6000 રુપિયા કેન્દ્ર સરકાર આપે છે. આ યોજના અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જાણકારી આપતાં કહ્યું હતું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબધ્ધ છે. છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોની આવકમાં વધારો થાય અને કૃષિ ઉત્પાદન વધે તે માટે સરકારે સંખ્યાબંધ પ્રયાસો કર્યા છે.

ખેડૂતો માટે વૃધ્ધાવસ્થા પેન્શન યોજના શરુ
Kisan Help Modi sarkar
જેના ભાગરુપે નાના અને સિમાંત ખેડૂતો માટે વૃધ્ધાવસ્થા પેન્શન યોજના શરુ કરવામાં આવી છે અને તેમાં દર મહિને 3000 રુપિયા પેન્શન આપવાની જોગવાઈ છે. આ યોજના માટે અત્યાર સુધીમાં 21 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે ડિઝલ તેમજ ખાતર જેવી વસ્તુઓ નિયંત્રિત ભાવે મળે તે માટેનો મુદ્દો રાજ્ય સરકારોનો વિષય છે અને રાજ્ય સરકારો પોતાના રાજ્યના ખેડૂતો માટે યોગ્ય ઉપાય કરતી જ હોય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.