શું તમારી પાસે પણ આ મેસેજ આવ્યો છે કે કેન્દ્રસરકાર તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટૉપ આપી રહી છે? જો તમારી પાસે પણ આવો કોઇ મેસેજ આવ્યો હોય તો સાવધાન થઇ જાઓ. આ મેસેજમાં લખ્યું છે કે ભારત સરકાર તમામ સ્ટુડન્ટ્સને ફ્રી લેપટૉપ આપી રહી છે. આ મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. સરકારે પીઆઇબી(PIB Fact Check) દ્વારા ટ્વીટ કરીને આ ખબરને ફેક ગણાવી છે. ચાલો તમને જણાવીએ આ ખબરની હકીકત….
PIB ફેક્ટ ચેકે દાવાને ગણાવ્યો ખોટો
modi free laptop
PIB ફેક્ટ ચેકે પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. આ ટ્વીટમાં લખ્યું છે કે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટૉપ આપી રહી છે. આ ઉપરાંત તેમાં એક લિંક પણ આપવામાં આવી છે.
ફ્રી લેપટૉપ અંગે મેસેજમાં કરાયો આ દાવો
આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વેબસાઇટ લિંક આપવામાં આવી છે. આ દાવામાં લખ્યું છે કે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટૉપની રજૂઆત કરી રહી છે.
તમને પણ મળે કોઇ મેસેજ તો કરાવી શકો છો ફેક્ટ ચેક
જો તમને પણ આવો કોઇ મેસેજ મળે તો તને PIB પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વૉટ્સએપ નંબર +918799711259 અથવા ઇમેલ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

કોરોનાકાળમાં ઝડપથી વાયરલ થઇ રહી છે ફેક ખબરો
કોરોના કાળમાં દેશભરમાં જે પ્રકારની સ્થિતિ છે તેવામાં અનેક ફેક ખબરો ઝડપથી વાયરલ થઇ રહી છે. ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ વાયરલ ખબરનું ખંડન કરતાં કહ્યું કે સરકારે એવો કોઇ નિર્ણય નથી લીધો. સરકારે પણ કોરોના કાળમાં આ પ્રકારની ફેક ખબરોને ફેલાતી રોકવા અનેક પ્રયાસ કર્યા છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.