જો તમે નવા વર્ષમાં કમાણીનો નવો રસ્તો શોધી રહ્યાં હોય તો આજે અમે તમને નવા બિઝનેસ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. આ બિઝનેસની ખાસિયત એ છે કે તેને શરૂ કરવામાં મોદી સરકાર તમારી મદદ કરે છે અને સાથે જ તેનાથી 25 વર્ષ સુધી લાખોની કમાણી થતી રહેશે. અમે વાત કરી રહ્યાં છીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા તથા ઉત્થાન મહાઅભિયાન એટલે કે પીએમ કુસુમ (PM-KUSUM) યોજનાની. આ યોજના અંતર્ગત હવે ઉજ્જડ,પડતર અને કૃષિ ભૂમિ ઉપરાંત સોલર પાવર પ્લાન્ટના ગોચર અને ભેજવાળી જમીન પર પણ લગાવી શકાય છે.

સોલર પેનલ લગાવવા માટે 90 ટકા લોન આપશે સરકાર
પીએમ કુસુમ સ્કીમ અંતર્ગત સોલર પેનલ લગાવવા માટે સરકાર 90 ટકા સુધી લોન પૂરી પાડે છે. તમારે તમારી તરફથી ફક્ત 10 ટકા રકમ જ કાઢવાની છે. આ યોજના અંતર્ગત બેન્ક ખેડૂતોને લોન રૂપે 30 ટકા રકમ આપે છે. સરકાર સબસિડી રૂપે સોલર પંપના કુલ ખર્ચના 60 ટકા રકમ આપે છે. તેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સરખુ યોગદાન આપવાની જોગવાઇ છે.

કેવી રીતે થશે કમાણી
આ યોજના અંતર્ગત પડતર જમીન પર સોલર પેનલ લગાવીને સારી કમાણી કરી શકાય છે. ઉર્જા મંત્રાલયની વેબસાઇટ અનુસાર, સોલર પ્લાન્ટમાંથી ઉતપન્ન વીજળીને વિદ્યુત વિતરણ કંપની (DISCOM) ખરીદશે. તેનાથી જમીનના માલિકને પ્રતિ વર્ષ પ્રતિ એકર 60 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની આવક આગામી 25 વર્ષો સુધી થશે. સોલર પ્લાન્ટ લગાવવા માટે જમીન વિદ્યુત સબ-સ્ટેશનથી 5 કિલોમીટર સુધીના અંતરમાં હોવુ જોઇએ. ખેડૂત સોલર પ્લાન્સ પોતે અથવા તો ડેવલપરને જમીન પટ્ટો આપીને લગાવડાવી શકે છે.

કેવી રીતે કરી શકો છો અપ્લાય
પીએમ કુસુમ યોજના અંતર્ગત અરજી માટે સરકારી વેબસાઇટ https://mnre.gov.in/ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અહીં તમારે આધાર કાર્ડ, પ્રોપર્ટીના દસ્તાવેજ અને બેન્ક ખાતાની જાણકારી આપવાની રહેશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.