કેન્દ્ર સરકાર તરફથી દેશના નબળા વર્ગ સુધી લાઇફ ઇન્શ્યોરન્સને પહોંચાડવા માટે 2 મહત્વપૂર્ણ યોજના ચલાવી રહી છે. એક છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને બીજી છે પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજના (PMJJBY). આ બંને યોજનાઓમાં તમે ખૂબ જ ઓછી કિંમતમાં 2-2 લાખ સુધીનો જીવન વીમો લઇ શકો છો. આ યોજનાઓ હેઠળ તમે ફક્ત 342 રૂપિયા વાર્ષિક એટલે કે દર મહિનાના હિસાબે જોવામાં આવે તો 30 રૂપિયા પ્રતિ મહિનાથી ઓછા ખર્ચે 4 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ બે યોજનાઓ વિશે બધું…

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ તમે દર મહિને એક રૂપિયા અથવા વર્ષમાં માત્ર 12 રૂપિયા જમા કરાવીને 2 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો મેળવી શકો છો. કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખૂબ જ નજીવા પ્રિમિયમ પર શરૂ કરી હતી. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. તમારે આ પ્રીમિયમ મે મહિનાના અંતે ચૂકવવાનું રહેશે. આ રકમ 31 મેના રોજ તમારા બેંક ખાતામાંથી આપમેળે કાપી લેવામાં આવે છે.

પ્રધામંત્રી જીવન જ્યોતી વીમા યોજના (PMJJBY)

PMJJBY હેઠળ જીવન વીમા યોજના ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજનામાં નોંધણી પછી જો કોઈ વ્યક્તિ કોઈ રોગ અથવા અકસ્માતને કારણે મૃત્યુ પામે છે, તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના મે 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે. તેના માટે એકમાત્ર શરત એ છે કે વ્યક્તિનું બેંક ખાતું હોવું જોઈએ. આ યોજના હેઠળ પોલિસીધારકે વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવાના રહેશે. તે દર વર્ષે બેંક ખાતામાંથી સીધી જ કાપવામાં આવશે.

ક્યાથી લઇ શકો છો તેનો લાભ?

ઉલ્લેનીય છે કે આ સ્કીમ LICની સાથે જ બીજી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. કોઇ પણ શક્શ તેના બેંકમાં જઇને પણ જાણકારી લઇ શકે છે, ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે ઘણી બેંકોનું જોડાણ પણ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube