નરેન્દ્ર મોદીએ લોકોને આંચકો આપવાની સ્ટાઈલનો ફરી પરચો આપીને ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સૈયદ ઝફર ઈસ્લામને પસંદ કર્યા. યુપીમાં ભાજપ હિંદુવાદી રાજકારણ રમે છે ત્યારે મુસ્લિમ નેતાને રાજ્યસભાના ઉમેદવાર બનાવીને મોદીએ ભાજપના નેતાઓને પણ મોટો આંચકો આપી દીધો છે. ભાજપના ઈતિહાસમાં શાહનવાઝ હુસૈન, મુખ્તાર અબ્બાસ નકવી, સિકંદર બખ્ત અને આરીફ બેગ પછી ઝફર માત્ર પાંચમા મુસ્લિમ સાંસદ હશે.

મોદીએ એક કાંકરે ત્રણ પક્ષી માર્યા

મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યાં છે. ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી છે અને મુસ્લિમોને તક નથી આપતી એવા પ્રચારનો મોદીએ જવાબ આપ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો મહત્વનું પરિબળ છે ત્યારે મોદીનો આ દાવ ભાજપ-જેડીયુને ફાયદો કરાવશે એવું મનાય છે. ઝફરે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવીને મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તા અપાવી તેનો પણ બદલો મોદીએ વાળી દીધો છે.

ભાજપનાં સૂત્રોના મતે, ઝફર ઈન્વેસ્ટમેન્ટ બેંકર રહી ચૂક્યા છે અને મોદી સરકાર હવે પછી મોટા પાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની છે ત્યારે ઝફરના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવા માગે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube