Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal: ટૈરો રાશિફળ : મેષથી લઈ મીન રાશિના જાતકો માટે કેવો છે આજનો દિવસ જાણો એક ક્લિક પર

ટૈરો રાશિફળ : મેષથી લઈ મીન રાશિના જાતકો માટે કેવો છે આજનો દિવસ જાણો એક ક્લિક પર

મેષ

આજનો દિવસ તમારી છબિને સશક્ત અને સ્પષ્ટ કરનાર સાબિત થઈ શકે છે. કેટલીક બાબતોમાં તમારા નિર્ણય પરીવાર અને પ્રિયજનોનું સમર્થન મેળવી શકશે. તમને બીજા સાથે પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ. પરીવારમાં કોઈ માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

વૃષભ

આજનો દિવસ તમારા કેટલાક જૂના મિત્રો સાથે પસાર થઈ શકે છે. તમે તમારા ભૂતકાળની યાદોમાં ખોવાયેલા રહી શકો છો. આજે તમે માનસિક રીતે દ્રષ્ઠ રહેશો. પોતાના મિત્રો સાથે કોઈ યાત્રા કરી શકો છો. તમારે થોડી સાવધાની રાખવી પડશે. કોઈ બાબતને સ્વીકારતા પહેલા તેના વિશે બરબાર વિચારી લો. કારણ વિના ઈમેજ ખરાબ થાય તેવું બની શકે છે.

મિથુન

આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. કેટલાક લોકો પરીવાર અને જીવનસાથી સાથે સમય પસાર કરશે. કોઈ માંગલિક, પારિવારિક અથવા ધાર્મિક આયોજનમાં શામેલ થવાની તક મળી શકે છે. કેટલાક લોકો પોતાની કારર્કિદી સાથે જોડાયેલી નવી યોજના બનાવવામાં વ્યસ્ત રહી શકે છે. સ્વાસ્થ્યની બાબતો પર બેદરકારી ન રાખો.

કર્ક

આજનો દિવસ તમારા માટે પરેશાની ભર્યો રહી શકે છે. કેટલાક લોકો તમારા કામને પડકારી શકે છે. તેમાં બાધા ઊભી કરી શકે છે. તમારે પડકારોને સકારાત્મક રીતે લેવાના છે. મગજ ઠંડો રાખી કામ કરશો તો લાભ થશે. કોઈ વાતને મનમાં ન લેવી, શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો. લક્ષ્ય સુધી પહોંચવા ધીરજથી કામ લેવું.

સિંહ

આજનો દિવસ તમારા માટે નવી ઊર્જા સાથે શરુ થશ, કેટલાક લોકો તરફથી પ્રેરણા મળશે જે આગળ જીવનમાં તમને મદદરૂપ સાબિત થશે. સામે આવેલી તકને હાથથી જતી ન કરવી. વ્યવસાય માટે સારો દિવસ છે. સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

કન્યા

આજનો દિવસ તમારા માટે અજાણ્યા લોકો પર ભરોસો કરવાથી બચવાનો છે. કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. કોઈપણ વાત પર વિશ્વાસ કરતા પહેલા તેના વિશે જાણી લેજો. પોતાનું કામ ઈમાનદારીથી કરવું. વિચલિત થવાની જરૂર નથી. પરિસ્થિતિનું નિરાકણ સમય સાથે આવી જશે. તમે જેટલા પરેશાન થશો તેટલી બાધા વધશે.

તુલા

આજનો દિવસ તમારા માટે ચિંતા અને વિમાસણ ભરેલો રહી શકે છે. લોકો તમારા કામમાં બાધા ઉત્પન્ન કરશે. કોઈ બાબતે સલાહ લેવી પણ ભારે પડી શકે છે. આજે કોઈ આવશ્યક કામ હોય તો તેને ટાળજો. ભાગ્યનો સાથ નથી તેથી કોઈ નિર્ણય લેવો નહીં.

વૃશ્ચિક

આજનો દિવસ તમારા માટે નવી સફળતાઓના સંકેત લાવ્યો છે. તમારો દિવસ સારી ઓફર સાથે શરુ થશે. લોકો વચ્ચે પોતાના મહત્વને ઘટવા ન દેવું. મનના અવાજને સાંભળો. કોઈની વાત ઉચિત ન લાગે તો તેને માનવાની જરૂર નથી. માનસિક તાણથી બચવું હોય તો પોતાના કામ પર જ ધ્યાન આપવું.

ધન

આજનો દિવસ તમારા માટે પરિશ્રમથી સફળતાના રથ પર સવાર થવાનો છે. આજે ભાગ્યનો સાથ મળશે. કોઈ બાબતે અચાનક પરિસ્થિતી તમારા પક્ષમાં આવી શકે છે. આજે તમને બધા લોકોનો સહયોગ મળી શકે છે. તમને માન-સત્કાર મળશે, શક્ય છે કે કોઈ વ્યક્તિ પર ભરોસો કરવો ભારે પડે તેથી આંધળો વિશ્વાસ કોઈ પર ન કરવો.

મકર

આજનો દિવસ તમારા માટે વિશેષ પરિસ્થિતિઓ વાળો હશે. તમારા માટે કેટલાક લોકોની સલાહ લાભકારી સાબિત થશે. કોઈ નુકસાન કરે તેવી સલાહ પણ આપી શકે છે. તમારા માટે આજે કોને પસંદ કરવું કોને નહીં તે વાત મુશ્કેલ સર્જી શકે છે. પોતાની આધ્યાત્મિક પ્રગતિને ધ્યાનમાં રાખી આગળ વધવું.

કુંભ

આજે તમારા માટે વ્યસ્તતા ભરેલો દિવસ હોય શકે છે. તમારે કોઈ બાબતે વડિલોની સલાહ અને માર્ગદર્શન લેવું પડી શકે છે. ભવિષ્યને લઈને ચિંતા ચાલતી હશે તો તેનું સમાધાન ટુંક સમયમાં આવશે. હાથ પર જે કામ હશે તેમાં સફળ થશો. મહેનતમાં કોઈ ખામી ન રહેવા દેવી.

મીન

આજનો દિવસ તમારા માટે થોડો નિરાશાજનક રહી શકે છે. તમને ભાગ્યનો સાથ મળે તે વાત પર સંદેહ છે. જો કોઈ કામ કરવું છે તો તેના પરીણામને લઈને ચિંતામાં ન રહો. તમારું કામ ઈમાનદારીથી કરવું. તમારી યોગ્યતા અનુસાર તમને ફળ મળશે. આજે જવાબદારીથી ભાગવાને બદલે તેનું વહન કરવાનો દિવસ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal ૨૧ નવેમ્બર : હનુમાનજીની કૃપાથી આજે આ ૪ રાશિઓનું જીવન થશે ઉજ્જવળ, પ્રાપ્ત થશે અઢળક ધન

Nikitmaniya

જન્માષ્ટમીએ 5માંથી કોઈ પણ એક વસ્તુ ખરીદશો તો થશે અખૂટ ધનલાભ, જાણો લિસ્ટ

Nikitmaniya

Rashifal:-13.10.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya