કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને કારણે દરેક વ્યક્તિના મન પર ઓછીથી અતિ ગંભીર અસર પહોચી છે ત્યારે માનસિક સમસ્યા (Mental problem)થી પીડિતો સૌરાષ્ટ્ર યુનિર્વિસટી (Saurashtra University)ના મનોવિજ્ઞાાન ભવન (Psychology Building)માં પહોચ્યા હતા અને પોતાની માનસિક તકલીફ્ વર્ણવી હતી.

યુવાન કહે છે કે, સાહેબ.. પાંચ દિવસ પહેલા જ મારા લગ્ન થયા છે. લગ્નમાં ઘણા બધા મહેમાનો આવ્યા અને બધાને હું મળ્યો. હવે લગ્ન થઇ ગયા પરંતુ કોરોનાના ડરને કારણે પત્ની સાથે જાતીય સબંધ બાંધી શક્યો નથી ત્યારે તેમનું કાઉન્સીલીંગ કરતા કહેવાયું કે, મનથી કોઈ આવેગિક મુશ્કેલી હોય તો મનોનપુસંકતા અને મંદકામુકતા આવે છે. જોકે કોરોનાનો ડર ભગાવી સુખી વૈવાહિક જીવન જીવવા માટે મનથી મજબુત બનાવ્યા.

મારી બહેનને ત્રણ કસુવાવડ, માનસિક સમસ્યા હશે?

એક યુવતી પૂછે છે કે, મારી બહેનને ત્રણ કસુવાવડ થઇ. ભૂવા પાસે દોરા- ધાગા કરાવ્યા પરંતુ તે માને છે કે અભાગણ હોવાથી મા નથી બની શકતી. તેને માનસિક સમસ્યા હશે ? જેથી સધિયારો અપાયો કે જે સ્ત્ર્રી હું ખરાબ, અભાગણી, મા બનવાને લાયક નથી તેવું વિચારે તેવી સ્ત્ર્રીમાં સ્વતઃ ગર્ભપાત થતો હોય છે. તે મનની શાંતિ અનુભવે તેવું પરિવારજનો વર્તન કરે તો જ સમસ્યા દૂર થાય.

મારી પત્ની નાના બાળકની જેમપથારીમાં લઘુશંકા કરે છે

યુવાન કહે છે કે મારા લગ્નને એક અઠવાડિયુ જ થયુ. મારી પત્ની નાના બાળકની જેમ પથારીમાં લઘુશંકા કરે છે. તે રડયા જ કરે છે અને ડોક્ટર પાસે પણ જવાની ના પાડે છે ત્યારે તેમને સમજાવાયું કે પત્નીને કોઈ બાબતે રૃચી ન હોય, પરાણે થતી ક્રિયાને લીધે થતુ હોય શકે. પહેલા વાતચિતથી અનુકુલન બાદ જાતીય સબંધ બાંધવામાં આવે તો આવી સમસ્યા ન થાય.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube