જયારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે કે શું તમારા લગ્ન થઈ ગયા છે અને શું તમારે કોઈ બીજા વ્યક્તિ સાથે પણ સંબંધ છે તો ત્યારે મારી પાસે તેનો જવાબ હોતો નથી. મારા લગ્ન આજ થી સાત વરસ પહેલા થયેલા અને અમે બન્ને અમારા લગ્ન જીવન મા ઘણા ખુશ હતા. એક સામાન્ય ગૃહસ્થ વ્યક્તિ ની જેમ અમારું જીવન પણ સુખે થી ચાલતું હતું.

અમે બન્ને પણ આ સંબંધ થી ઘણા ખુશ હતા. વ્યવસાય ના ક્ષેત્રે પણ બન્ને સારા કાર્યરત હતા હું એક કંપની મા આઇ ટી કન્સલ્ટન્ટ તેમજ મારા પતિ પબ્લિક રિલેશન્સ ઓફિસર તરીકે એક મોટી કમ્પની મા ફરજ બજાવતા હતા. કામ ના વધતા જતા ભાર ને લીધે અમારા બન્ને ના મળવાનો સમય ઓછો થતો ગયો.

આ કામ ને લીધે ઘણી વાર બહાર જવાનું પણ થતું હતું. શરૂવાત ના સમય મા ટો આ બધું ઘણું સારું લાગતું હતું પરંતુ વચ્ચે વચ્ચે ક્યારેક એકલતા નો અનુભવ થવા લાગતો. હું પોતે મારા કાર્યક્ષેત્રે મા ઘણા પડાવો પાર કરી ચુકી હતી પણ આ એકલતા મારો પીછો ન છોડતી હતી. કામ મા નવરી પડ્યા બાદ ઘરે આખો દિવસ એકલો કાઢવો વસમો લાગતો.

સમય જતા આ સંજોગોએ મને બીજો એવો સાથી શોધવા મજબુર કર્યો કે જે મારી આ એકલતા ને સમજી શકે અને હું પણ આ શોધ મા જોડાઈ ગઈ જેથી મારી ઉદાસીનતા નો અંત આવે. આ શોધ દરમિયાન મારા જ ઓફીસ મા એક યુવક સાથે મારી વાતચીત નો દોર ચાલુ થયો. સમય જતા અમે એકબીજા ને ઘણા નજીક આવતા ગયા. અમે સાથે જમવા જવા લાગ્યા અને એક બીજા ના સુખ-દુખ ની વાતો કરવામા સમય ગાળવા લાગ્યા.

આથી એવું બન્યું કે અમારા સંબંધો વિશે ની જાણ મારા પતિ ને થતા વાત છુટાછેડા સુધી પોહચી ગઈ. આ તમામ વાત ની જાણ મારા એક મિત્રે મારા પતિ ને કીધેલી. આજ આ વાત ને પાંચ વરસ વીતી ગયા છે અને જયારે પણ હું ભૂતકાળ ની આ વાત ને યાદ કરું ચુ ત્યારે વિચાર આવે છે કે હું કાયર હતી કે મેં પરિસ્થતિ નો સામનો કરવાને બદલે ત્યાંથી ભાગવું ઉત્તમ માન્યું.

જીવનસાથી થી દુર થવા ને લીધે બીજા વ્યક્તિ નો સાથ મળવો સ્વાભાવિક વાત હતી. આવી વિપરીત પરિસ્થિતિ મા જ માણસ નું પાણી મપાય છે અને તેના વ્યક્તિત્વ ની છાપ ખબર પડે છે. આ વર્ષો દરમિયાન મેં એક સારો જીવનસાથી અને સારો પરિવાર ખોઈ નાખ્યો હતો અને આ બધું ગુમાવ્યા બાદ આજે પણ હું એકલતા નો અનુભવ કરી રહી છુ.

આજ આટલા વર્ષો બાદ મને પસ્તાવો થાય છે કે મેં એક બહુ મોટી ભૂલ કરી એક સારા જીવનસાથી તેમજ ખુશહાલ પરિવાર નો ત્યાગ કરી દીધો હતો. તો દોસ્તો જીવન મા ક્યારેય કોઇપણ સંજોગોવશ કોઇપણ કપરી પરિસ્થતિ મા પોતાના જીવનસાથી નો ત્યાગ ન કરવો જોઈએ તેમજ બીજા વ્યક્તિ પ્રત્યે નુ આકર્ષણ તો દુર ની વાત છે પણ આવું સપને પણ વિચારવું ન જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube