• ઢાંકના ગણેશ મંદિરે પત્રો લખી મોકલનારની મનોકામના પૂર્ણ થાય છે
  • ઢાંકના મંદિરે પૂજારી ભાવિકોના આવેલા પત્રો ગણપતિ દાદાને વાચી સંભળાવે છે

આપત્તિઓ નિવારવા ભાવિકો હવે ભગવાનને શરણે ગયા છે. ઢાંકમાં આવેલું ગણેશજીનું પૌરાણિક મંદિર કે જ્યાં લોકો દ્વારા ટપાલ લખી મનોકામના મોકલે છે, મંદિરના પૂજારી પત્ર વાંચી અને ગણેશજીને પ્રાર્થના કરે છે અને શ્રીજી દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાનું માનવામાં આવે છે. કોઈને નોકરી જોઈએ છે તો કોઈને ધંધો સેટ કરવો છે. કોઈને પ્લોટ-મકાન વેચવાના છે તો કોઈને પરીક્ષામાં પાસ થવું છે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિ નિવારવા ભાવિકો ગણેશજીને પત્ર લખી પોતાની મનોકામના પૂર્ણ કરવા કહી રહ્યા છે.

સિદ્ધિ વિનાયક દાદા અને લખાયેલા પત્રો

પત્ર-1: સારી નોકરી મળે એવી પ્રાર્થના
હે ગણપતિ બાપા અમને આશા છે કે તમે અમારી બધી મનોકામના પૂરી કરશો. અમારી મનોકામના સારી એવી નોકરી અને ધંધો કરવામાં સફળ રહીએ એવી છે. અમારી મનોકામના પૂર્ણ થયા બાદ અમે દિવ્યાંગ બાળકોને ખુશીથી ભોજન કરાવીશું.

પત્ર-2: પ્લોટ સારી કિંમતે વેચાય એવી કૃપા કરશો
સિદ્ધિ વિનાયક ગણેશજીને અરજ કરવાની કે મારો ખાલી પ્લોટ સારી કિંમતે વેચાય જાય એવી અમારી ઉપર કૃપા કરશો તેવી આપને અમારા તરફથી પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ દાદાની કૃપાથી અત્યાર સુધી અમારા તમામ ધાર્યા કામો અને મનોકામના પૂરી થઈ છે.

પત્ર-3: પરીક્ષામાં પાસ થઇ, આવી હંમેશા મદદ કરજો
ગણપતિજીના ચરણોમાં પ્રણામ. હું પરીક્ષામાં ગણપતિ દાદાના આશીર્વાદથી સારી ટકાવારીથી પાસ થઇ ગઈ છું. આ ગણપતિ દાદાના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. આવી રીતે જ ગણપતિ દાદા મારી સાથે રહે તેવી પ્રાર્થના સાથે કોટિ કોટિ વંદન.

પત્ર-4: સુખી રાખજો, અમારા પર મીઠી નજર રાખજો
સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની જય હો. અમારી ઘણી જ ઈચ્છાઓ પૂરી કરનારા ગણપતિ દાદાની જય હો. આ પત્ર એટલા માટે લખ્યો છે કે અમારા માટે આવનારા બધા જ સુખમાં તમારા આશીર્વાદ હોય, તથા કાયમ તમારી મીઠી નજર અમારા ઉપર રહે તેવી ઈચ્છા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube