અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ માટે બહુ ગણતરીના લોકોને આમંત્રણ મળ્યુ છે.

આ લિસ્ટમાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીના પુત્ર હાશિમ અન્સારી તો સામેલ છે જ પણ તેની સાથે સાથે એક નામ એવુ છે જેની ભારે ચર્ચા થઈ રહી છે.આ વ્યક્તિ અયોધ્યાના જ રહેવાસી છે અને તેમનુ નામ મહોમ્મદ શરીફ છે.તેમને આ વર્ષે જ મોદી સરકારે પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે.તેઓ બીનવારસી મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવાનુ કામ કોઈ પણ ધર્મ, સંપ્રદાય અને જાતિ જોયા વગર કરે છે.શરીફ ભૂમિ પૂજન કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યા બાદ અભિભૂત છે.તેઓ આ કાર્યક્રમનો હિસ્સો બનવાના કારણે બહુ ખુશ છે.

શરીફનો પોતાનો પુત્ર એક વખત સુલતાન પુર ગયો હતો.જ્યાં તેની કોઈએ હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હતો.બહુ શોધ્યા પછી પણ પુત્રની લાખ શીફને મળી નહોતી.એ પછી શરીફે બીન વારસી મૃતદેહોનો સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનુ અભિયાન શરુ કર્યુ હતુ.શરીફ કહે છે કે, મારા પુત્રની હત્યા થઈ તેની ખબર મને એક મહિના બાદ મળી હતી.એ પછી મેં અજાણ્યા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવાનુ શરુ કર્યુ હતુ.

શરીફ અત્યાર સુધીમાં 300 હિન્દુ અને 2500 મુસ્લિમ મૃતદેહોનો અંતિમસંસ્કાર કરી ચુક્યા છે.લોકોમાં શરીફ ચાચા તરીકે તેઓ જાણીતા છે.તેઓ કહે છે કે, જ્યાં સુધી જીવુ છું ત્યાં સુધી મારુ અભિયાન ચાલુ રાખીશ, આ સેવાથી મને શાંતિ મળે છે.મારા કામને મોદી સરકારે સન્માન આપ્યુ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube