કોથમીર વડી:-

વરસાદ ની સિઝનમાં ગરમાગરમ અને ટેસ્ટી નાસ્તો જો મળી જાય તો મજા જ પડી જાય એમાં પણ કાઈક નવી સ્વાદિષ્ટ હેલ્ધી વાનગી હોય તો મજા બમણી થઈ જાય.

મિત્રો આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય એવી મહારાષ્ટ્ર ની ખૂબ જ પ્રખ્યાત એવી કોથંમ્બીર વડીની રેસિપી લઈને આવી છું. તો આ રેસિપીમા એના નામ પ્રમાણે કોથમીર થી બને છે માટે આ રેસિપી ખૂબ જ હેલ્ધી પણ છે અને કોથમીર ખાવાથી શરીરમાં બહુ જ લાભ થાય છે અને જો તમારા બાળકો ને કોથમીર ભાવતી ના હોય તો આ કોથમીર વડી બાળકોને બનાવીને આપો હોશે હોશે ખાશે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય.

સામગ્રી :-

 • 1 બાઉલ ઝીણી સમારેલી કોથમીર
 • 1 બાઉલ ચણાનો લોટ
 • ½ બાઉલ આદું, લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ
 • 2 ચમચી રવો
 • 1 ગ્લાસ પાણી
 • અડધું લીંબુ
 • 1 ચમચી અજમો
 • ½ ચમચી હળદર
 • 1 ચમચી લાલ મરચું
 • 1 ચમચી ધાણજીરૂ પાવડર
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ¼ ચમચી સોડા
 • તળવા માટે તેલ

રીત :-

સ્ટેપ 1:

સૌપ્રથમ આપણે આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું. અને કોથમીર ને ઝીણી સમારીને ધોઈ લઈશું.

સ્ટેપ 2 :

એક વાસણમાં ચણાનો લોટ ઉમેરો અને કોથમીર, આદું, મરચાં ની પેસ્ટ ,રવો, અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ 3:

હવે તેમાં બધા મસાલા કરી લઈશું. તો એમાં અજમો,હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું.

સ્ટેપ 4:

મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં પાણી ઉમેરતાં જઈશું અને લોટ બાંધી લઈશું. ગોટા બનાવીએ છીએ એવો લોટ બાંધવાનો છે.

સ્ટેપ 5:

ત્યારબાદ ઢોકળા મુકીએ એવી રીતે જ આ લોટ ને ઢોકળા ની પ્લેટમાં તેલથી ગ્રીસ કરીને એમાં બધો જ લોટ સ્પ્રેડ કરીને ગેસ ની મિડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે બાફવા માટે મુકી દઈશું.

સ્ટેપ 6:

15 મિનિટ પછી ચપ્પા વડે ચેક કરી લઈશું. જો સારી રીતે ચડી ગયા હોય તો ગેસ બંધ કરીને ઠંડા થવા માટે મુકી દેવાના. અને ઠંડા થઈ જાય ત્યારે ચપ્પા વડે નાના નાના પીસ કરી લઈશું

સ્ટેપ 7 :

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું. અને તેલ ગરમ થાય ત્યારે એમાં કોથમ્બીર વડીઓને તેલમાં ડીપ ફ્રાય કરીશું. તો ધીમી આંચે બધી જ વડીઓ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું.

સ્ટેપ 8:

બધી જ વડીઓ તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે સવિઁગ પ્લેટ માં સવૅ કરીશું

તો મિત્રો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો નાના મોટા બધાને બહું જ ભાવશે.

નોંધ :

કોથમીર વડી ને ડીપ ફ્રાય ના કરવું હોય તો સેલો ફ્રાય પણ કરી શકાય.

રવા ના બદલે ચોખા નો લોટ પણ લઈ શકાય.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube